30/04/2025
PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા વર્ષ ૨૦૧૨ થી ચલાવવામાં આવતા નિ:શુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર માં સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ આ સેવાકાર્યમાં નિ: શુલ્ક સેવા આપનાર શિક્ષકગણ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા ૨૬/૪/૨૫ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજવામાં આવ્યો જેમાં સામાજિક અગ્રણીઓ શ્રી કિશોરભાઈ મકવાણા(ચેરમેન, રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ) , શ્રી દિનેશભાઈ મકવાણા(સાંસદ,અમદાવાદ પશ્ચિમ), શ્રી દિપકભાઈ ઝાલા(એડિશનલ કમિશનર IRS) તથા શ્રી ભરતભાઈ રાઠોડ (ડીસીપી ઝોન ૨,અમદાવાદ) ને PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
તદુપરાંત UPSC ની પરીક્ષા પાસ કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ માં સન્માનિત કરવામાં આવ્યા. તમામ સમાજ ના આમંત્રિત મહાનુભાવો એ PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા આયોજિત સન્માન સમારોહ માં સમાજના મહત્વાકાંક્ષી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું.