Mohanlal & Vijayaben Arts & Commerce College, Halol

  • Home
  • India
  • Halol
  • Mohanlal & Vijayaben Arts & Commerce College, Halol

Mohanlal  & Vijayaben Arts & Commerce College, Halol Mohanlal & Viajyaben Arts & Commerce College, Halol established in 1974. Aim: Quality Education

12/08/2026
હાલોલ કોલેજમાં “નારી વંદન” ઉત્સવ યોજાઈ ગયોશ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ. & વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ...
08/08/2026

હાલોલ કોલેજમાં “નારી વંદન” ઉત્સવ યોજાઈ ગયો

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ. & વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, હાલોલ ખાતે તા: ૦૪, થી ઓગસ્ટને મંગળવારના રોજ "મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીના ભાગ રૂપે ફક્ત મહિલા ઉમેદવારો માટે, મહિલા અને બાળ કલ્યાણ વિકાસની કચેરી તેમજ રોજગાર વિનિમયની કચેરી ગોધરા અને કૉલેજના સંયુક્ત ઉપક્રમે Placement Cell અને CWDC દ્વારા "નારી વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ કચેરીઓના પદાધિકારીઓએ સરકારશ્રીની મહિલાઓ માટેની જુદી જુદી યોજનાઓ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું, જયારે વિવિધ કંપનીઓ માંથી આવેલ ભરતી અધિકારીઓએ રોજગારલક્ષી તાલીમ અને ભરતી પ્રક્રિયા અંગે સમજ આપી રોજગાર માટે આવેલ મહિલાઓની ભરતી પ્રક્રિયા હાથધરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મંડળના સહમંત્રીશ્રી મુકુંદભાઈ દેસાઈ, અધિકારીઓ, હાલોલ શહેર ભાજપના પ્રમુખશ્રી હરીશ ભરવાડ અને કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી, મોટી સંખ્યામાં હાજર રહેલ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ હાલોલ તાલુકાના જુદા જુદા ગામોમાંથી રોજગાર મેળવવા માટે આવેલ મહિલાઓને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

Date: 29/06/2026એમ. & વી. આર્ટસ & કોમર્સ કોલેજ હાલોલ, એમ. એમ. ગાંધી આર્ટસ & કોમર્સ કોલેજ, કાલોલ અને આર્ટસ કોલેજ, સિમલિયા...
29/07/2026

Date: 29/06/2026

એમ. & વી. આર્ટસ & કોમર્સ કોલેજ હાલોલ, એમ. એમ. ગાંધી આર્ટસ & કોમર્સ કોલેજ, કાલોલ અને આર્ટસ કોલેજ, સિમલિયાના 350 થી વધુ NSS સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈઓ-બહેનો નારાયણ આશ્રમ અને આંખની હોસ્પિટલ, તાજપુરા ખાતે લગભગ 2 લાખથી વધારે ભક્તજનોને ભોજન (પ્રસાદ) વિતરણની કામગીરીમાં જોડાયા છે.

Date: 27/06/2026નારાયણ ધામ, તાજપુરા ખાતે ભક્તજનો અને દર્દીઓ માટે નવનિર્માણ પામેલ 8 માળની સંપૂર્ણ સગવડતાયુક્ત બિલ્ડિંગમાં...
29/07/2026

Date: 27/06/2026

નારાયણ ધામ, તાજપુરા ખાતે ભક્તજનો અને દર્દીઓ માટે નવનિર્માણ પામેલ 8 માળની સંપૂર્ણ સગવડતાયુક્ત બિલ્ડિંગમાં લગભગ 300 બેડની ગોઠવણી અને રૂમોની સજાવટમાં એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલેજ, હાલોલની સ્વયંસેવક બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. બધી બહેનો અને હાલોલ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયેશભાઈ વાઘેલાને ધન્યવાદ. 💐💐💐

A Freshers' Party was organised by senior students for freshers (junior) students of the English Department at M and V A...
26/07/2026

A Freshers' Party was organised by senior students for freshers (junior) students of the English Department at M and V Arts and Commerce College, Halol managed by Halol Mahajan Uchcha Shikshan Mandal on 21st July, 2026. Principal Dr. Yashwant Sharma welcomed new comers with his motivational and inspiring speech. Dr. Pratik Dalwadi, Dr. Ankit Patel and Dr. Imran Khan, faculties of the English Department welcomed and motivated to the students. More than 100 students participated in the program and their presence made the program successful at the grand level.

18/07/2026

Orientation of the Commerce Department

06/03/2026

Good Morning

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ,હાલોલ સંચાલિત મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ,જિ.પંચમહાલમાં તા. ...
06/03/2026

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ,હાલોલ સંચાલિત મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ,જિ.પંચમહાલમાં તા. 21 ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ " 2026,શનિવારના રોજ માનદમંત્રી સમીરભાઈ શાહની અધ્યક્ષતામાં 'ભારતીય પ્રવાસ સાહિત્ય' વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાય ગયો.
પરિસંવાદની શરૂઆત પ્રાર્થના થી થઈ.પ્રા. જલ્પાબેન મકવાણાએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.દીપ પ્રાગટય પછી કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માએ આવકાર પ્રવચન દ્વારા સૌને મીઠો આવકાર આપ્યો.આ પરિસંવાદના સંયોજક અને માતૃભાષાના અધ્યાપક ડૉ.સુધાબેન પટેલે પરિસંવાદની ભૂમિકા બાંધી આપી.ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને સુતરની આંટીથી સ્વાગત કર્યું.
મુખ્ય મહેમાનશ્રી તથા ઉદ્ઘાટક એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાતી વિભાગ,વડોદરાથી ઉપસ્થિત પ્રો.ડૉ.ભરત મહેતાએ બીજરૂપ વક્તવ્યની સાથે 'રાહુલ સાંકૃત્યાયનનું સંપ્રજ્ઞ પ્રવાસ સાહિત્ય'વિષય ઉપર જ્ઞાનસભર વક્તવ્ય આપ્યું.અતિથિવિશેષ તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીથી પ્રા. નિખિલ મોરી ઉપસ્થિત રહયા.તેઓનું 'સાહસનું પ્રવાસ સાહિત્ય' વિષયને અનુરૂપ 'હિમાલયનો પ્રવાસ' અને'The cyclists Around the world 'કૃતિ ઉપરનું વ્યાખ્યાન ખુબ જ રસપ્રદ રહ્યું.ત્રીજા વકતા પ્રા. પ્રકાશ પરમારે 'પરિક્રમા નર્મદા મૈયાની'કૃતિ ઉપર વિદ્યાર્થી અનુલક્ષી વ્યાખ્યાન આપ્યું.કાલોલ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ.અર્જુનસિંહ ગઢવી બીજી બેઠકના અધ્યક્ષ રહયા હતા.
પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી અપાતા વક્તવ્યમાં માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી.મંડળના પ્રમુખશ્રી પ્રફુલ્લભાઈ શાહે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કૉલેજમાં દર વર્ષે 'વિશ્વ માતૃભાષા દિવસ ' ઉજવવામાં આવે છે.આ વર્ષે 2026નો 'વિશ્વ માતૃભાષા દિવસ' યાદગાર બની રહયો.ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી ભાષાના વર્ષ-2024ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજનામાં સાહિત્યના પ્રૌઢ વિભાગના લોકસાહિત્ય સ્વરૂપમાં 'ધોડિયા લોકવાર્તાઓ'ને દ્વિતીય પારિતોષિક બાલાસિનોર કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડો.અરવિંદભાઈ પટેલ અને હાલોલ કોલેજના અધ્યાપક ડૉ.સુધાબેન પટેલને મળતાં આ પરિસંવાદમાં માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહ અને આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું.જે મંડળ અને કૉલેજ માટે ગૌરવની બાબત છે.
આ પરિસંવાદમાં જુદી જુદી કૉલેજોમાંથી અધ્યાપકો,સંશોધકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સંશોધન પેપરો રજૂ કરીને સરસ પ્રતિભાવો આપ્યા.પરિસંવાદની વિવિધ બેઠકોનું સુચારુ સંચાલન ગુજરાતીના અધ્યાપક અને આ પરિસંવાદના સંયોજક ડૉ.કમલેશભાઈ પટેલ અને ડૉ.ઈન્દ્રજીતસિંહ ઠાકોરે કર્યું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ હાલોલના માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહ તથા મંડળના હોદેદ્દારશ્રીઓ મુકુંદભાઈ દેસાઈ,ગિરીશભાઈ શાહ, કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા,પરિસંવાદના સંયોજકો ડૉ.સુધાબેન પટેલ,ડૉ.કમલેશભાઈ પટેલ, અધ્યાપકો,ક્લાર્કશ્રીઓ, સેવકગણ, આમંત્રિતો,ભગિનીસંસ્થાઓના આચાર્યો,અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ.કમલેશભાઈ પટેલે
કરી હતી.સમગ્ર કોલેજ પરિવારના સાથસહકારથી આ પરિસંવાદ સફળ બન્યો.

*M. And V. Arts and Commerce College, Halol ખાતે સંશોધન પદ્ધતિ પર બે દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદનું (હાઇબ્રિડ મોડ) આયોજન ક...
06/03/2026

*M. And V. Arts and Commerce College, Halol ખાતે સંશોધન પદ્ધતિ પર બે દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદનું (હાઇબ્રિડ મોડ) આયોજન કરવામાં આવ્યું.*

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ (HUM) સંચાલિત એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે RUSA Component No 11 Faculty Improvement Programme હેઠળ તારીખ 11 અને 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર (હાઇબ્રિડ મોડ) સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન સંસ્કૃતિને મજબૂત બનાવવાનો તેમજ અધ્યાપકો અને સંશોધકોમાં સંશોધન પદ્ધતિ અંગેની સમજ વિકસાવવાનો હતો.

પ્રથમ દિવસ – 11 ફેબ્રુઆરી, 2026

સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ જ્ઞાનના પ્રતીકરૂપે દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું.

પ્રિન્સિપાલ ડૉ. યશવંત શર્માએ મહાનુભાવો, વિષય નિષ્ણાતો અને ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ સેમિનારની થીમની પસંદગી તથા વિષય નિષ્ણાતોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી.

Shri Halol Mahajan Uchch Shikshan Mandalના માનદ મંત્રી શ્રી સમીરભાઈ શાહ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે ઉચ્ચ શિક્ષણમાં સંશોધનની ભૂમિકા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું.

પ્રથમ દિવસના મુખ્ય મહેમાન અને કી-નોટ વક્તા પ્રોફ. અતનુ ભટ્ટાચાર્યએ (સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના કુલપતિ) માનવવિજ્ઞાનમાં આંતરવિષયક સંશોધન: ‘ટર્ન્સ’ વિષય પર ઊંડાણપૂર્વક અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું.

પ્રથમ પ્લેનરી સેશનમાં પ્રોફ. રમેશચંદ્ર કોઠારીએ (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિ) “સંશોધનની મૂળભૂત બાબતો” વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

બીજા પ્લેનરી વક્તા, પ્રોફ. સુલભા નટરાજએ “ઍક્શન રિસર્ચ” વિષય પર અસરકારક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન પ્રોફ. પારુલ પોપટએ સંભાળ્યું.

ત્રીજા પ્લેનરી સેશનમાં પ્રોફ. સુરેન્દ્રસિંહ ગોહિલએ “સંશોધન ઉદ્દેશ્યો, સંશોધન પ્રશ્નો અને પરિકલ્પના” વિષયનું સ્પષ્ટીકરણ કર્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અનુરાગસિંહ પુવારએ સંભાળ્યું.

પ્લેનરી સેશનો બાદ ટેકનિકલ સેશન–૧ (ઓફલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. અનુરાગસિંહ પુવાર અને ડૉ. વિજય નિનામા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૨૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.

બીજો દિવસ – 12 ફેબ્રુઆરી, 2026

બીજો દિવસ પણ સમાન ઉત્સાહ અને શૈક્ષણિક ગંભીરતા સાથે શરૂ થયો.

પ્રથમ પ્લેનરી સેશનમાં ડૉ. વિકાશ દોશીએ “ડેટા સંગ્રહ સાધનો, પદ્ધતિઓ અને વિશ્લેષણ” વિષય પર માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.

બીજા પ્લેનરી વક્તા, ડૉ. મહેન્દ્ર ચોટાલિયાએ “સંશોધન: માહિતી માટે નહીં, પરિવર્તન માટે” વિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન ડૉ. વિજય માંગુખિયા એ સંભાળ્યું.

ત્રીજા પ્લેનરી સેશનમાં ડૉ. સુશાંત પાંડાએ “સંશોધનમાં નૈતિકતા” વિષય પર જાગૃતિપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અપુર્વા પાઠકએ સંભાળ્યું.

પછી ટેકનિકલ સેશન–૨ (ઓનલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. ધર્મેન્દ્ર બારિયા, ડૉ. ધ્રુનલ કા.પટેલ અને પ્રિન્સિપાલ વિપિન બારિયા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૫૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.

અંતે સમાપન સમારોહ (વેલેડિક્ટરી ફંક્શન) યોજાયો, જેમાં સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ આભાર વિધિ (Vote of Thanks) પાઠવી.

આ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં *ઓફલાઇન તથા ઓનલાઇન મોડમાં કુલ ૨૫૦થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સમીરભાઈ શાહ, ડૉ. યશવંત શર્મા, ડૉ. અંકિત પટેલ, અધ્યાપક વર્ગ, બિન-અધ્યાપક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા તમામ પ્રતિભાગીઓના સહકારથી આ સેમિનાર ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો. સેમિનારે સંશોધન જાગૃતિ, પદ્ધતિગત સમજ અને આંતરવિષયક અભિગમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

Address

Godhra Road
Halol
389350

Alerts

Be the first to know and let us send you an email when Mohanlal & Vijayaben Arts & Commerce College, Halol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Mohanlal & Vijayaben Arts & Commerce College, Halol:

Shortcuts

Share