AmroliArts CommerceCollege

AmroliArts CommerceCollege J. Z. Shah Arts and H. P. Desai Commerce College throughout its glorious history, has played a pivot

25/06/2026
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા આજ રોજ એસસી(SC) , એસટી(ST) અને  જનરલ (E...
24/06/2026

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા આજ રોજ એસસી(SC) , એસટી(ST) અને જનરલ (EWS) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નિઃશુલ્ક (Free) તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

જે. ઝેડ. શાહ આર્ટ્સ અને એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી ખાતે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. સેજલ એ. દેસાઈ ના માર્ગદર્શન હેઠળ...
22/06/2026

જે. ઝેડ. શાહ આર્ટ્સ અને એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી ખાતે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. સેજલ એ. દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી તથા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ યોગાભ્યાસમાં સક્રિય ભાગ લઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

19/06/2026

📝🚭 વિશ્વ વ્યસન મુક્તિ દિવસ નિમિત્તે તા. 19 જૂન, 2026 ના રોજ J.Z. Shah Arts & H.P. Desai Commerce College, Amroli ના NSS Unit દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉ. સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્તિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. સ્પર્ધામાં "વ્યસનમુક્તિ : સ્વસ્થ અને સુખી જીવનની ચાવી", "વ્યસનમુક્તિ : આજની સૌથી મોટી જરૂરિયાત", "વ્યસનમુક્ત ભારત – આપણી સૌની જવાબદારી" અને "વ્યસનમુક્તિ : સ્વસ્થ જીવન તરફનું પ્રથમ પગલું" જેવા વિષયો પર પ્રેરણાદાયી નિબંધો રજૂ કરવામાં આવ્યા.

આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યસનના દૂષણો અંગે જાગૃતિ લાવવી અને સ્વસ્થ, સકારાત્મક તથા જવાબદાર જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.

"વ્યસન છોડો, જીવન જોડો."

GUJARAT STATE POWERLIFTING, BENCH PRESS & DEADLIFT CHAMPIONSHIPS 2026Organized by: Surat City Police and Sports Associat...
18/06/2026

GUJARAT STATE POWERLIFTING, BENCH PRESS & DEADLIFT CHAMPIONSHIPS 2026
Organized by: Surat City Police and Sports Association of Gujarat (FDN)
Venue: SMC Katargam Community Hall, Vastadevdi Road, Katargam, Surat, Gujarat
Lifter Madhu Mishra delivered an outstanding performance in the 47 kg category, winning Gold Medal in Powerlifting, Gold Medal in Bench Press, and Gold Medal in Deadlift.
She was also crowned Champion of Champions in Full Powerlifting, Champion of Champions in Bench Press, and Champion of Champions in Deadlift, bringing great pride and honor to the college.
On this remarkable achievement, Principal Dr. Sejal Madam and Coach Nimesh Surati extended their heartfelt congratulations and best wishes for her continued success in the future. 🏆💪🎉

18/06/2026

🚭 વિશ્વ વ્યસન મુક્તિ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ

J.Z. Shah Arts & H.P. Desai Commerce College, Amroli ના NSS Unit દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉ. સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ વિશ્વ વ્યસન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 250 કરતાં વધુ વિદ્યાર્થીઓ તથા NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્ત જીવનની પ્રતિજ્ઞા લીધી હતી.

આ અવસરે ઇસ્કોન મંદિરના શ્રીલા પ્રભુપાદ દાસજીની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. વિવિધ વર્ગોમાં જઈ વિદ્યાર્થીઓને વ્યસનના દૂષણો, તેના સામાજિક અને આરોગ્ય પર પડતા પ્રભાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ વ્યસન મુક્તિ હેલ્પલાઇન નંબર 14446 અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

સ્વસ્થ યુવા શક્તિ જ રાષ્ટ્રની સાચી તાકાત છે. આવો, આપણે સૌ મળીને વ્યસનમુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણમાં યોગદાન આપીએ.

"Not Me But You" 🇮🇳

"Smart choices, bright futures: Say no to drugs."
17/06/2026

"Smart choices, bright futures: Say no to drugs."

Address

J. Z. Shah Arts &. Desai Commerce College, Amroli
Surat
394107

Opening Hours

Monday 7:30am - 12:30pm
Tuesday 7:30am - 12:30pm
Wednesday 7:30am - 12:30pm
Thursday 7:30am - 12:30pm
Friday 7:30am - 12:30pm
Saturday 7:30am - 12:30pm

Telephone

+919099098259

Alerts

Be the first to know and let us send you an email when AmroliArts CommerceCollege posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to AmroliArts CommerceCollege:

Share