17/10/2025
શારદા સ્કૂલ ફોર મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રનમાં દિવાળી પર્વ ઉત્સાહપૂર્વક અને આનંદભેર ઉજવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને રંગોળી બનાવી, દીયા પ્રગટાવી અને શાળાને સુંદર રીતે શણગાર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકમંડળે બાળકોને દિવાળીના મહત્વ વિશે સમજાવ્યું, આ ઉજવણીથી બાળકોમાં આનંદ, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણની ભાવના વિકસાવી. આ રીતે શારદા સ્કૂલમાં દિવાળીનો પાવન તહેવાર હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો.