28/10/2016
આયુર્વેદ આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે. જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે.
આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. આયુર્વેદમાં આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમ જ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષાર્થ ચતુષ્ટયંની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે શરીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતાં આયુર્વેદ કહે છે કે ધર્મ અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.
આયુર્વેદનો પ્રારંભ અને વિકાસ
આયુર્વેદનાં દેવતા ધન્વન્તરિ
આયુર્વેદના ઇતિહાસ પર જો નજર નાખીએ તો એની ઉત્પત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઇ. જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે કે બ્રહ્મસંહિતામાં દસ લાખ શ્લોક તથા એક હજાર અઘ્યાય હતા, પરંતુ આધુનિક કાળમાં આ ગ્રંથ ઉપલબ્ધ નથી.
આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે. જોકે આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં કરવામાં આવ્યું છે, પણ અથર્વવેદ સાથે અધિક સામ્યતા હોવાને કારણે મહર્ષિ સુશ્રુતજીએ ઉપાંગ અને મહર્ષિ વાગ્ભટ્ટજીએ ઉપવેદને સ્ત્રોત તરીકે ગણાવ્યું છે. મહર્ષિ ચરકજીએ પણ અથર્વવેદ સાથે સૌથી વધુ વિવરણ મળવાને કારણે આયુર્વેદને અર્થવવેદ સાથે જોડ્યું છે.ઢાંચો:તથ્ય
આ કડીમાં ઋગ્વેદ માં આયુર્વેદને ઉપવેદ સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં પણ આયુર્વેદને ઉપવેદ કહેવામાં આવ્યો છેઢાંચો:તથ્ય. પુરાણોંમાં પણ વર્ણન પ્રાપ્ત થાય છેઢાંચો:તથ્ય. બ્રહ્મવૈવર્તપુરાણમાં આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવ્યો છેઢાંચો:તથ્ય. વાસ્તવમાં કોઇપણ વૈદિક સાહિત્યમાં આયુર્વેદ શબ્દનું વર્ણન મળતું નથી, છતાં મહર્ષિ પાણિનિ દ્વારા રચિત ગ્રંથ અષ્ટાધ્યાયીમાં આયુર્વેદ શબ્દ પ્રાપ્ત થાય છેઢાંચો:તથ્ય.
આયુર્વેદનું સમ્પૂર્ણ વર્ણન પ્રમુખ રૂપે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યું છે. અન્ય સંહિતાઓં જેમ કે કાશ્યપ સંહિતા, હરીત સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સમ્પૂર્ણ નથી. અષ્ટાઙ્ગ સંગ્રહ, અષ્ટાઙ્ગ હૃદય, ભાવ પ્રકાશ, માધવ નિદાન ઇત્યાદિ ગ્રંથોંનું સૃજન ચરક અને સુશ્રુતને આધાર બનાવી રચના કરવામાં આવી છે. સમય પરિવર્તનની સાથે સાથે નિદાનાત્મક અને ચિકિત્સકીય અનુભવોને લેખકોએ પોતપોતાના દૃષ્ટિકોણ અને વિચારને અનુકૂળ સમજીને સંસ્કૃત ભાષામાં લિપિબદ્ધ કર્યા.
આયુર્વેદનો ઉદ્દેશ
સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરન્તુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. ઋષિ જાણતા હતા કે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ સ્વસ્થ જીવન વડે જ મળે તેથી એમણે આત્માના શુદ્ધિકરણ ની સાથે શરીરના શુદ્ધિકરણ તેમ જ સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે.
આયુર્વેદના વિકાસ ક્રમ અને વિકાસના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવાથી સમજાય છે કે આદિ કાળના પૂર્વજો રોંગોથી મુક્તિ મેળવવા માટે જે જંગલી જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્ય પદાર્થોને રોગાનુસાર આરોગ્યાર્થ સ્વરૂપમાં સ્વીકાર કર્યો. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્થાન પર એકત્ર થયું. જ્યારે ગુરૂકુળોની સ્થાપના થઇ તો ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇત્યાદિની પ્રાપ્તિ માટે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તન અને મન સ્વસ્થ નહી હોય, ત્યાં સુધી આ ઉદ્દેશ પ્રાપ્ત કરવો કઠિન છે, તેથી પહેલી આવશ્યકતા શરીરને સ્વસ્થ રાખવાની છે.
જ્યાં સુધી લિપિની રચના થઇ ત્યાં સુધી આ જ્ઞાન સ્મૃતિ અને શ્રુતિને સહારે જીવિત રહ્યું. જ્યારે લિપિની રચના થઇ ત્યારે આ જ્ઞાન પત્થરો તેમ જ ભોજપત્રો પર લખીને સાચવવામાં આવ્યું.
આયુર્વેદ અવતરણ
આયુર્વેદના અવતરણ ની ઘણી દંતકથાઓ છે:
ચરક સંહિતા અનુસાર બ્રહ્મા જીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્વિની કુમારો(બન્ને ભાઈ)ને આપ્યું, અશ્વનીકુમારોએ આ જ્ઞાન ઇન્દ્રને આપ્યું, ઇન્દ્રએ આ જ્ઞાન ભારદ્વાજને આપ્યું, ભારદ્વાજે આ જ્ઞાન આત્રેય પુનર્વસુને આપ્યું, આત્રેય પુનર્વસુએ આ જ્ઞાન અગ્નિવેશ, જતૂકર્ણ, ભેલ, પરાશર, હરીત, ક્ષારપાણિને આપ્યું.
સુશ્રુત સંહિતા અનુસાર બ્રહ્માજી આયુર્વેદનું જ્ઞાન દક્ષપ્રજાપતિને, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્વનીકુમારને આપ્યું, અશ્વનીકુમારે આ જ્ઞાન ધન્વન્તરિ ને આપ્યું, ધન્વન્તરિએ આ જ્ઞાન ઔપધેનવ, વૈતરણ, ઔરભ, પૌષ્કલાવત, કરવીર્ય, ગોપુર રક્ષિત અને સુશ્રુતને આપ્યું. કાશ્યપ સંહિતા અનુસાર બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન અશ્વની કુમારને આપ્યું અને અશ્વનીં કુમારે આ જ્ઞાન ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રએ આ જ્ઞાન કશ્યપ અને વશિષ્ઠ અને અત્રિ અને ભૃગુ વગેરેને આપ્યું. આ બધામાંથી એક શિષ્ય અત્રિએ આ જ્ઞાન પોતાના પુત્ર અને અન્ય શિષ્યોંને આપ્યું.
સૃષ્ટિના પ્રણેતા બ્રહ્મા દ્વારા એક લાખ સૂત્રોમાં આયુર્વેદનું વર્ણન કરવામાં આવ્યું અને આ જ્ઞાનને દક્ષ પ્રજાપતિએ ગ્રહણ કર્યું. એ પછી દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન સૂર્યપુત્ર અશ્વિન કુમારોને અને અશ્વિન કુમારો પાસેથી સ્વર્ગાધિપતિ ઇન્દ્રને પ્રાપ્ત થયું. આયુર્વેદનો ઇતિહાસ જોતાં ઇન્દ્ર દ્વારા આ જ્ઞાન પુનર્વસુ આત્રેયને પ્રાપ્ત થયું. શલ્ય શાસ્ત્ર રુપે મેં આ જ્ઞાન આદિ ધન્વન્તરિને પ્રાપ્ત થયું અને સ્ત્રી તેમ જ બાલ ચિકિત્સા રુપે આ જ્ઞાન ઇન્દ્ર પાસે મહર્ષિ કશ્યપને મળ્યું. ઉપરોક્ત બાબત જોતાં જણાય છે કે ભારતમાં પ્રારંભથી જ ચિકિત્સા જ્ઞાન, કાય ચિકિત્સા, શલ્યચિકિત્સા, સ્ત્રી તથા બાલરોગ ચિકિત્સા રુપે વિખ્યાત થયું હતું. ઉપરોક્ત વિશેષ કથન પરથી પ્રમાણિત થાય છે કે ચિકિત્સા કાર્ય કરવા માટે આજની રાજ આજ્ઞાને અનુરુપ ચિકિત્સા કાર્ય કરવા માટે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસે અનુમતિ પ્રાપ્ત કરવી આવશ્યક હતી.
ચરક સંહિતાને કાશ્મીર રાજ્યના આયુર્વેદજ્ઞ દૃઢ઼બલે પુન:સંગઠીત કર્યો. આ સમયના પ્રસિદ્ધ આયુર્વેદજ્ઞોમાં મત્ત, માન્ડવ્ય, ભાસ્કર, સુરસેન, રત્નકોષ, શમ્ભૂ, સાત્વિક, ગોમુખ, નરવાહન, ઇન્દ્રદ, કામ્બલી, વ્યાડિ જેવા વ્યક્તિઓએ એને વિકસિત કર્યો હતો.
મહાત્મા બુદ્ધના સમયમાં આયુર્વેદ વિજ્ઞાને સૌથી અધિક પ્રગતિ રસ ચિકિત્સા વિજ્ઞાન તેમ જ રસ વિદ્યામાં કર્યો છે. આ કારણે બૌદ્ધ યુગને રસ શાસ્ત્રનો સુવર્ણ યુગ કહેવાય છે.
રસ વિદ્યાનું ત્રણ ભાગોં ૧- ધાતુ વિદ્યા ૨- રસ ચિકિત્સા ૩- ક્ષેમ વિદ્યામાં વિભાજન થયું.
આયુર્વેદના મૂળ સિદ્ધાન્તો
આયુર્વેદના વિદ્વાનોએ ચિકિત્સા-વિધિના જ્ઞાનને તર્કયુક્ત બનાવવા માટે ઘણા મૂળ સિદ્ધાન્તોની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સંરચના કરી છે. આમ આ સિધ્ધાંતોની રચના કરવામાં આવી છે.
ત્રિદોષ
મુખ્યતઃ ત્રિદોષ ત્રણ હોય છે, જેને વાત, પિત્ત અને કફ કહેવાય છે. (આને એકલ દોષ કહેવાય છે.)
જ્યારે વાત અને પિત્ત અથવા પિત્ત અને કફ અથવા વાત અને કફ આ બંને દોષ મળી જાય છે, ત્યારે આ મિશ્રણને દ્વિદોષજ કહેવાય છે.
જ્યારે વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષો એક સાથે મળી જાય છે, ત્યારે આ મિશ્રણને ત્રિદોષજ અથવા સન્નિપાતજ કહે છે.
ત્રિદોષના પાંચ ભેદ
ત્રિદોષના દરેકના પાંચ ભેદ
દરેક દોષના પાંચ ભેદ આયુર્વેદના મહાનુભાવોએ નિર્ધારિત કર્યા છે.
વાત દોષના પાંચ ભેદ (૧) સમાન વાત (૨) વ્યાન વાત (૩) ઉદાન વાત (૪) પ્રાણ વાત (૫) અપાન વાત છે. વાત દોષને ‘’ વાયુ દોષ ‘’ પણ કહેવાય છે.
પિત્ત દોષના પાંચ ભેદ હોય છે: ૧- પાચક પિત્ત ૨- રંજક પિત્ત ૩- ભ્રાજક પિત્ત ૪- આલોચક પિત્ત ૫- સાધક પિત્ત
આ જ રીતે કફ દોષના પાંચ ભેદ હોય છે: ૧- શ્લેષ્મક કફ ૨- સ્નેહન(તર્પક) કફ ૩- રસન(બોધક) કફ ૪- અવલમ્બક કફ ૫- ક્લેદક કફ
આધુનિક આયુર્વેદજ્ઞો વાતાદિ દોષોના ભેદોને ફિજિયોલોજિકલ બેસિસ ઓફ ડિસીઝને સમકક્ષ માને છે. થોડા અન્ય વિદ્વાનો આને અસામાન્ય એનાબોલિઝમ ની જેમ સમઝે છે.
સપ્ત ધાતુ
આયુર્વેદના મૌલિક સિધ્ધાન્તોમાં સપ્ત ધાતુઓનું ખૂબ જ મહત્વ છે. આ ધાતુઓને લીધે શરીરનું બંધારણ થાય છે, એ કારણે ધાતુ કહેવાય છે. એની સંખ્યા સાત હોય છે -
રસ ધાતુ
રક્ત ધાતુ
માંસ ધાતુ
મેદ ધાતુ
અસ્થિ ધાતુ
મજ્જા ધાતુ
શુક્ર ધાતુ
સપ્ત ધાતુઓ વાતાદિ દોષો વડે કોપિત થાય છે. જે દોષની ખામી અથવા અધિકતા હોય છે, સપ્ત ધાતુઓ તદાનુસાર રોગ અથવા શારીરિક વિકૃતિ ઉત્પન્ન કરે છે.
આધુનિક આયુર્વેદજ્ઞો સપ્ત ધાતુઓને પેથોલોજિકલ બેસિઝ ઓફ ડિસીસીઝને સમતુલ્ય માને છે.
મલ-આયુર્વેદ
મલ ત્રણ પ્રકારના હોય છે.
પુરીષ
મૂત્ર
સ્વેદ
આયુર્વેદના આઠ અઙ્ગ : અષ્ટાઙ્ગ આયુર્વેદ
ચિકિત્સાના દૃષ્ટિકોણથી આયુર્વેદને આઠ અંગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એને "અષ્ટાઙ્ગ આયુર્વેદ" કહેવાય છે.
1- શલ્ય
2- શાલાક્ય
3- કાય ચિકિત્સા
4- ભૂત વિદ્યા
5- કૌમાર ભૃત્ય
6- અગદ તન્ત્ર
7- રસાયન
8- વાજીકરણ