11/07/2025
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી
અર્થશાસ્ત્ર વિભાગ,આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 11 જુલાઈ 2025ના રોજ “વિશ્વ વસ્તી દિવસ” (World Population Day) ની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનો આયોજક અર્થશાસ્ત્ર વિભાગ અને માર્ગદર્શક કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલ રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જે **T.Y. B.A.**ની વિદ્યાર્થિનીઓ ક્રિષ્ના અને પાયલ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોને તિલક અને તુલસીના છોડની સ્મૃતિભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું.
વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદ જાદવ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરવામાં આવી. ત્યારબાદ આચાર્યશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. મનોજભાઈ પટેલ દ્વારા અધ્યક્ષીય ઉદબોધન આપવામાં આવ્યું, જેમાં તેમણે ભારત જેવા વિકસિત થતા દેશોમાં વસ્તી વૃદ્ધિથી ઊભા થતા પ્રશ્નો જેમ કે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને કુદરતી સંસાધનો પરના દબાણ વિશે વિચારમંથન કર્યું અને વિદ્યાર્થીઓને આવી જાગૃતિમય પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું.
આ અવસરે મુખ્ય વક્તા તરીકે ડૉ. રાકેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા અને તેમણે જાગૃત, જવાબદાર અને વિઝન ધરાવતા યુવાનોના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. તેમણે વસ્તી નિયંત્રણ અંગે નાગરિકોની ભૂમિકા અને જવાબદારી અંગે સમજૂતી આપી.
કાર્યક્રમના બીજા સત્રમાં “વિશ્વ વસ્તી દિવસ” પર આધારિત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા. સ્પર્ધાના પરિણામ નિચે મુજબ:
પ્રથમ ક્રમ: ડોડાણી રોશની
બીજો ક્રમ: રાઠોડ ભાવિક
ત્રીજો ક્રમ: મુસ્કાન, પ્રિયા
વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો એનાયત કરવામાં આવ્યા. સ્પર્ધાનું સફળ સંચાલન પરમાર હર્ષિતા અને ઝાલા પ્રદીપ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ પરમાર દિવ્યા દ્વારા નિભાવવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન ડૉ. પિયુષ ગામિત દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર આયોજનમાં વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદ જાદવ અને ડૉ. પિયુષ ગામિતની મહત્વની ભૂમિકા રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સર્વત્મક સહકાર આપ્યો.