Shri CNPF Arts and DN Science College Dabhoi

Shri CNPF Arts and DN Science College Dabhoi College Activity and information

વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇ દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ડો. રતિભાઈ એમ પટેલના અવસાન નિમિતે તા. 20/02/2026 ના રોજ શોકસ...
20/02/2026

વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇ દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ડો. રતિભાઈ એમ પટેલના અવસાન નિમિતે તા. 20/02/2026 ના રોજ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોકસભાનો અહેવાલ
તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇ ખાતે ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.ડો. રતિભાઈ એમ પટેલના દુખદ અવસાન નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શોકસભા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.
મંડળના હોદેદારો, સભ્યો, શિક્ષણપ્રેમી નાગરિકો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. ડો. રતિભાઈ એમ પટેલના શિક્ષણક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન, નેતૃત્વક્ષમતા અને સેવાભાવી સ્વભાવને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે સ્વ. ડો. રતિભાઈ એમ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન મંડળના વિકાસ માટે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ અનેક શૈક્ષણિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓને નવી દિશા મળી હતી. તેમના નિધનથી શિક્ષણ જગતમાં અપુરણિય ખોટ પડી છે.
શોકસભા દરમિયાન બે મિનિટનું મૌન પાળી સ્વ. આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અંતમાં મંડળના પ્રતિનિધિ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

રિપોર્ટશ્રી સી.એન.પી.એફ આર્ટ્સ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ, ડભોઇઈન્ટર ક્લાસ ટુર્નામેન્ટ – 2026શ્રી સી.એન.પી.એફ આર્ટ્સ એન્ડ ...
12/02/2026

રિપોર્ટ
શ્રી સી.એન.પી.એફ આર્ટ્સ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ, ડભોઇ
ઈન્ટર ક્લાસ ટુર્નામેન્ટ – 2026

શ્રી સી.એન.પી.એફ આર્ટ્સ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ, ડભોઇ ખાતે ઈન્ટર ક્લાસ ટુર્નામેન્ટ – 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. 11/02/2026 ના રોજ ઉત્સાહભેર યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય વાતાવરણમાં યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ તથા આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રમતગમતનું મહત્વ સમજાવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતદક્ષતા, ટીમ સ્પિરિટ અને ખેલભાવના દર્શાવી હતી.

ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અંતે એમ.એસસી. ટીમે ઉત્તમ પ્રદર્શન કરી વિજેતા સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બી.એ. સેમેસ્ટર–6 ટીમ રનર-અપ રહી હતી. વિજેતા અને રનર-અપ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ રીતે ઈન્ટર ક્લાસ ટુર્નામેન્ટ – 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને સમગ્ર કાર્યક્રમ કોલેજ માટે ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહ્યો હતો.

27/01/2026

26-01-2026 Parade

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને  #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન  #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_...
18/01/2026

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ ડભોઈના િભાગ દ્વારા તા-૧૦/૧૨/૨૦૨૫ના રોજ કોલેજમાં અભ્યાસ કરતા સર્વે વિધાર્થીઓને ગુજરાત સરકારની ાતકાલીન_સેવાની_કામગીરી_વિશે_વિસ્તૃત_માહિતી_મેળવી. આ સમજણ 108 ટીમમાંથી બારીયા ચંદ્રિકાબેન EMT અને ખાંટ યોગેશભાઈએ આપી હતી. ઇમરજન્સી સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે બારીયા હર્ષદભાઈ અને જયેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા સાથે કોલેજના NSS નાસ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી સુનીલભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. અલ્પેશ કોતર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

શ્રી સી.એન.પી.એફ આર્ટસ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ,ડભોઇ ખાતે તા. 19/12/2025ના રોજ સરકારશ્રીના Sexual Harrasment Awareness P...
09/01/2026

શ્રી સી.એન.પી.એફ આર્ટસ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ,ડભોઇ ખાતે તા. 19/12/2025ના રોજ સરકારશ્રીના Sexual Harrasment Awareness Program અંતર્ગત અત્રેની કોલેજમાં આચાર્યશ્રી સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓમાં જાતીય સતામણી અંગે જાગૃતતા કેળવાય તે માટે ક્યા ક્યા પગલાંઓ લઈ શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કુલ 232 વિદ્યાર્થિનીઓની સાથે સાથે મહિલા સ્ટાફ જોડાયો હતો. મુખ્ય વક્તા તરીકે કૉલેજના અધ્યાપિકા ડૉ. લતાબેન રાજે વક્તવ્ય આપી વિદ્યાર્થિનીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. તેજલ ચૌધરીએ તેમજ આભારવિધિ ડૉ. જયોતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને  #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન  #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_...
27/12/2025

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ ડભોઈમાં તા-૨૬/૧૨/૨૦૨૫ના રોજ વિવિધ વિધાર્થીલક્ષી કાર્યક્રમ વડોદરા જિલ્લાકેળવણીમંડળના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ સાહેબના અઘ્યક્ષ સ્થાનેથી યોજવામાં આવ્યા. જેમાં સૌ પ્રથમ યુનિવર્સિટીમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સાયન્સ ફેકલ્ટીમાં B.Sc માં સૌથી વધારે ગુણ મેળવી અને કેમેસ્ટ્રીમાં વધારે ગુણ મેળવી ૨ ગોલ્ડ મેડલ મેળવતી પરમાર અંજલી ભૂપેન્દ્રસિંહ અને M.Sc માં સૌથી વધુ ગુણ મેળવી ગોલ્ડ મેડલ મેળવતી પંચાલ દિશા અશ્વિનભાઇને મંડળ અને કોલેજ પરિવાર તરફથી સન્માનિત કર્યા. ત્યારબાદ ધરમપુરી ગામના રહીશ અને કોલેજના ભૂતપુર્વ વિધાર્થી શ્રી મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ (ધરમપુરીવાળા) દ્વારા જરૂરીયાતમંદ વિધાર્થીઓને આર્થિક સહાય પેટે ૧,૫૩,૦૦/- રૂ. આપી કોલેજ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવ્યું હતું. ત્યારબાદ KGC દ્વારા આયોજિત ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત કોલેજના ૫ વિધાર્થીઓને સહાય પેટે ૪૦,૦૦૦/- આપી તેને સન્માનિત કર્યા અને તેનું આયોજન ડૉ.. ભાવેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાલુ વર્ષે કોલેજના ૪ વિધાર્થીઓને શોધ સ્કોલરશિપ અંતર્ગત પસંદ થયા તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાયબર સિક્યુરિટી સેલના નોડલ ઓફિસર ડૉ. વિજયભાઈ સોલંકી દ્વારા શ્રી શુભમભાઈ રાણાનું અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ NTF અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત ડૉ. અલ્પેશ કોતર દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી સુનીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અલ્પેશ કોતર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને પ્રોફે. અશોક બારીયા સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

 #શ્રી_સી_એન_પી_એફ_આર્ટસ_એન્ડ_ડી_એન _  #સાયન્_કોલેજ_ડભોઇમાં_કોમ્પ્યુટરની_CCC_સર્ટિફિકેટ_અંગે_Awareness_કાર્યક્રમ_યોજાયોવ...
23/12/2025

#શ્રી_સી_એન_પી_એફ_આર્ટસ_એન્ડ_ડી_એન _ #સાયન્_કોલેજ_ડભોઇમાં_કોમ્પ્યુટરની_CCC_સર્ટિફિકેટ_અંગે_Awareness_કાર્યક્રમ_યોજાયો

વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ સંચાલિત #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ, ડભોઇના બી.એ. બે.એસ.સી સેમ 6 ના વિધાર્થીઓ ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી કરવા માંગતા હોય તો તેમને તેમાં પરીક્ષાના પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી હોય છે જેના માટે AICS ( )ના કો ઓર્ડીનેટર અમીબેન ગોસ્વામી દ્વારા સરકાર માન્ય પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની માહિતી આપી. તેમના એનજીઓ માં જે કોર્ષ ચાલે છે તેની ફી વિશે તેમજ પરીક્ષા કેવી રીતે આપવી તેની માહિતી આપી. આ કાર્યક્રમ માં કોલેજના આચાર્યશ્રી દ્વારા વિધાર્થીઓને CCC વિશે માહિતી આપે અને અમીબેન ગોસ્વામી નો પરિચય કરાવ્યો. ડો.પરાશર મોઢ દ્વારા આભારવિધિ કરવામાં આવી. આ કાર્યક્રમ માં કોલેજના અધ્યાપકો હાજર રહીને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને  #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન  #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_...
15/12/2025

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને #શ્રી_ગોવિંદ_ગુરૂ_યુનિવર્સિટી સંલગ્ન #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ ડભોઈના આર્ટ્સ વિભાગ દ્વારા તા-૧૫/૧૧/૨૦૨૫ના રોજ #બી.એ સેમ-૬ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને ઇન્ટરશીપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. # આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી સુનીલભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. અલ્પેશ કોતર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

 #કરમસદથી_કેવડિયા_પદયાત્રા  #વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત   #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ_ડભોઇના...
02/12/2025

#કરમસદથી_કેવડિયા_પદયાત્રા #

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત #શ્રી_સી_એન_પી_એફ_આર્ટ્સ_એન્ડ_ડી_એન_સાયન્સ_કોલેજ_ડભોઇના_વિધાર્થીઓ_અને_અધ્યાપકો_પદયાત્રા_માં_સહભાગી_થયા_દ #સરદાર_વલ્લભભાઈ_પટેલની_150_મી_જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર દ્વારા કરમસદથી કેવડિયા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રા પાર નજીક પહોંચી ત્યાંથી કોલેજના 372 વિધાર્થીઓ તેમજ 9 અધ્યાપકો જોડાયા હતા. આ_ઉજવણી અંતર્ગત તા-01/12/2025ના રોજ #સરદાર_વલ્લભભાઈ_પટેલ ના અખંડ ભારત બનાવવા ના વિચારો સાથે યુનિટી માર્ચ માં ઉપસ્થિત રહ્યા હતા. #આ યુનિટી માર્ચમાં ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવદ્રત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ, ભૂત પૂર્વ મંત્રી પ્રદીપભાઈ જાડેજા વડોદરા ગ્રામ્ય ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહીને મેનપુર ગામ ખાતે સંબોધન કર્યું હતું.
વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ તેમજ કોલેજના આચાર્યશ્રી સુનિલભાઈ પટેલ દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. માર્ચમાં એન.એસ.એસ.અને એન.સી.સી. ના કુલ 372 વિધાર્થીઓ જોડાયા હતા.
કોલેજના પ્રોફેસર અશોકકુમાર બારિયા, પ્રોફે. લતાબેન પટેલ, ડો પરાશર મોઢ, ડો વિજયભાઈ સોલંકી, ડો.એલ.એમ.રાજ ડો.પ્રદીપભાઈ મકવાણા અને શ્રી ધવલભાઈ તડવી, બિનશૈક્ષણિક કર્મચારી અજયભાઈ ગુપ્તા દ્વારા સમગ્ર માર્ચ દરમ્યાન વિધાર્થીઓ નો ઉત્સાહ વધારી ને આશરે 11 કિમી. સુધીની માર્ચમાં સહભાગી બન્યા હતા.

*જરૂરિયાત મંદ વિધાર્થીઓને સહાય *વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.પી. એફ.આર્ટસ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ ડભોઇમ...
12/11/2025

*જરૂરિયાત મંદ વિધાર્થીઓને સહાય *
વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.પી. એફ.આર્ટસ એન્ડ ડી.એન. સાયન્સ કોલેજ ડભોઇમાં જરૂરિયાત મંદ વિધાર્થીઓને શ્રી મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ દ્વારા ફી માટે સહાય કરવામાં આવી ..
ડભોઇ નજીક ધરમપુરી ના વતની અને હાલ અમેરિકા વર્જિનીયા માં રહેતા શ્રી મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલે જરૂરિયાતમંદ વિધાર્થીઓને ફી બાબતે સહાય કરવાના ઉમદા વિચાર સાથે કોલેજના આચાર્યશ્રી સુનિલભાઈ પટેલનો સંપર્ક કરીને જણાવ્યું કે તેઓ વિધાર્થીઓ માટે સત્કાર્ય કરવા વિચારે છે. જેને કોલેજના આચાર્યશ્રી એ સહર્ષ સ્વીકારી ને તેમને કોલેજમાં આમંત્રિત કર્યા. આજરોજ મહેન્દ્રભાઈ પટેલનું કોલેજના આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ દ્વારા સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું અને તેમને પ્રતીકરૂપ પ્રશંસાપત્ર આપવામાં આવ્યું. જતા જતા મહેન્દ્રભાઈ પટેલે સુનિલભાઈ પટેલ ને જણાવ્યું કે દર વર્ષે જરૂરિયાત મંદ વિધાર્થીઓને મારે સહાય કરવી છે તો નવા વર્ષ 2026 માટે પણ મને જાણ કરશો..જ..
આ ભગીરથ કાર્ય માટે કોલેજના આચાર્યશ્રી સુનિલભાઈ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે..
આભાર ..

રાષ્ટગીત" વંદેમાતરમ" @150 ઉજવણીનાં ભાગરૂપે આજરોજ શ્રી સી.એન.પી.એફ.આર્ટસ એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ ડભોઇમાં NCC વિભાગ દ્વારા...
07/11/2025

રાષ્ટગીત" વંદેમાતરમ" @150 ઉજવણીનાં ભાગરૂપે આજરોજ શ્રી સી.એન.પી.એફ.આર્ટસ એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ ડભોઇમાં NCC વિભાગ દ્વારા " સમૂહ માં રાષ્ટ્રગીત " વંદેમાતરમ" ગાવામાં આવ્યું તેમજ સ્વદેશી વસ્તુઓ બધા ઉપયોગ કરે એ અંગેના શપથ લેવામા આવ્યા હતા. કોલેજનાં આચાર્ય સહિત વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

07/11/2025

રાષ્ટગીત" વંદેમાતરમ" @150 ઉજવણીનાં ભાગરૂપે આજરોજ શ્રી સી.એન.પી.એફ.આર્ટસ એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ ડભોઇમાં NCC વિભાગ દ્વારા " સમૂહ માં રાષ્ટ્રગીત " વંદેમાતરમ" ગાવામાં આવ્યું તેમજ સ્વદેશી વસ્તુઓ બધા ઉપયોગ કરે એ અંગેના શપથ લેવામા આવ્યા હતા. કોલેજનાં આચાર્ય સહિત વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Near Bus Depot
Dabhoi
391110

Alerts

Be the first to know and let us send you an email when Shri CNPF Arts and DN Science College Dabhoi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shri CNPF Arts and DN Science College Dabhoi:

Share