Government Arts & Science College Dediapada

Government Arts & Science College Dediapada Established in 2007, Government Arts College Dediapada is affiliated to VNSGU, Surat.

Veer Narmad South Gujarat University ખાતે યોજાયેલ 52માં રમતોત્સવમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા જિ. નર્મદ...
01/02/2026

Veer Narmad South Gujarat University ખાતે યોજાયેલ 52માં રમતોત્સવમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા જિ. નર્મદાના વિદ્યાર્થી અર્જુનભાઈ વસાવાએ બરછી ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, કૉલેજ પરિવાર વતી તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ...

તારીખ ૩૦/૦૧/૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ અ...
01/02/2026

તારીખ ૩૦/૦૧/૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ચનાભાઈ ટાલીયા તથા પ્રા. કુલદિપભાઈ વસાવા દ્વારા અર્થશાસ્ત્ર વિભાગના તમામ વિદ્યાર્થીઓ માટે દેડિયાપાડા સ્થિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રની મુલાકાત (ફિલ્ડ વિઝીટ) અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં દેડિયાપાડા રેન્જના વનપાલ શ્રીમતી જોશનાબેન વસાવા દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ, રોજગારની તકો અને કારકિર્દી નિર્માણ સાથે સાથે વન સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસ કરવાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સુરજીભાઈ કોટવાળીયા દ્વારા વન સંસાધનોના યોગ્ય તથા ટકાઉ ઉપયોગ અંગે તાલીમાત્મક માહિતી આપવામાં આવી હતી, જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વાંસ જેવા પુનર્નવિકરણીય સંસાધનોના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કૌશલ્યવર્ધન કેન્દ્રના અનુભવી કારીગરો દ્વારા વાંસમાંથી ટોપલા, ખુરશી, સાદડી, ટ્રે, કપના પાત્રો, દીવાના લેમ્પ, વાંસળી તથા વિવિધ પ્રકારના રમકડાં જેવી વસ્તુઓનું જીવંત રીતે નિર્માણ કરી બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર વાંસ આધારિત વિવિધ વસ્તુઓનું જાતે નિર્માણ કરવાનો વ્યવહારુ અનુભવ મેળવ્યો, જેના કારણે તેમને પ્રકૃતિ સંરક્ષણ સાથે સ્વરોજગાર કેવી રીતે શક્ય બને છે તેની સમજ મળી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રૂરલ મોલની મુલાકાત લીધી, જ્યાં વન આધારિત તથા ગ્રામ્ય હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ હેતુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડૉ. ચનાભાઈ ટાલીયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાદેશિક અને કુદરતી સંસાધનોના યોગ્ય તથા ટકાઉ ઉપયોગ દ્વારા આત્મનિર્ભરતા, હરિત રોજગાર અને ટકાઉ આર્થિક વિકાસ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે આ શૈક્ષણિક, રોજગારલક્ષી અને માર્ગદર્શક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

તા ૨૩/૧/૨૦૨૬ ના શુક્રવાર ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડીયાપાડા ખાતે કૉલેજ ના આચાર્યશ્રી  ડૉ . અનિલા બેન પટેલ...
01/02/2026

તા ૨૩/૧/૨૦૨૬ ના શુક્રવાર ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડીયાપાડા ખાતે કૉલેજ ના આચાર્યશ્રી ડૉ . અનિલા બેન પટેલ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઇતિહાસ વિભાગ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસ ના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્પેશિયલ ક્લાસિસ નું આયોજન કરેલ છે. જેમાં ઈતિહાસ વિભાગ ના અધ્યક્ષ ડૉ .અશોક કુમારદ્વારા ભારત નો ઇતિહાસ “ઇતિહાસ એટલે શું” ઇતિહાસ ની સાલ વારી “વિશે વ્યાખ્યાન આપવા માં આવ્યું હતું. પ્રા . સુરમિલા બેન ચૌધરી દ્વારા ગુજરાત નો ઇતિહાસ ગુજરાત ના સાધનો “લેખિત અ લેખિત “સાહિત્ય સિક્કા વિશે વ્યાખ્યાન આપવા માં આવ્યું
કાર્યક્રમ ને આગળ વધારતા ડૉ અશોક કુમાર સી દ્વારા ભારત નો ઇતિહાસ વિશે વિદ્યાર્થી ને માહિત ગાર કર્યા હતા.ઇતિહાસ ની પ્રારંભિક શરૂઆત વિશે માહિતી આપી હતી .તેમજ બીજા વક્તા તરીકે પ્રા . શર્મિલા બેન દ્વારાગુજરાત નો ઇતિહાસ જાણવાના સાધનો વિશે ચર્ચા કરી હતી .અંતે સમગ્ર કાર્યક્રમ માં સુંદર રીતે ઉત્સાહ ભેર વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો અને જ્ઞાન ગ્રહણ કર્યું હતું. કાર્યક્રમ ના અંતે રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમ ની પૂર્ણાહુતી કરી હતી.

તા. 19/01/2026 થી 23/01/2026ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડામાં કૉલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબહેન કે. પટ...
01/02/2026

તા. 19/01/2026 થી 23/01/2026ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડામાં કૉલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબહેન કે. પટેલની અધ્યક્ષતામાં કૉલેજના 10 વિદ્યાર્થિનીઓ ઉદ્યોગ સાહસિકતા ધારાના કૉ-ઑડિનેટર શ્રી ગૌરવ ગોયલની અધ્યક્ષતામાં હિંદી વિભાગના પ્રાધ્યાપક ડૉ. સુરતનભાઈ વસાવા રતનસિંહજી મહિડા કોમર્સ કૉલેજ, રાજપીપળા ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમમાં લઈ ગયા હતા. કૉલેજના વિદ્યાર્થીઓ સ્વ-રોજગાર પ્રાપ્ત કરી શકે એ હેતુલક્ષી ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ દ્વારા રતનસિંહજી મહિડા કોમર્સ કૉલેજ, રાજપીપળા ખાતે 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો પ્રારંભ 19/01/2026ના રોજ સવારના 10.00 કલાકે રાજપીપળાના ધારા સભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમના પ્રથમ દિવસના વકતા શ્રી આરિહ મુલ્લાહ સર અને શ્રી દિપક લગદીર સર દ્વારા વિદ્યાર્થિઓને વ્યાપાર કરી રીતે શરૂ કરી શકાય એ વિશે માહિતી આપવામાં આવી હતી.
તા. 20/01/2026ના રોજ શ્રીમતી કિંજલ ત્રિવેદી, શ્રી દિપાન્સુ વસાવા અને શ્રી દિપક લગદીર સર દ્વારા નાના ઉદ્યોગોનો પ્રારંભ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી.
તા. 21/01/2026ના રોજ શ્રી દિપાન્સુ વસાવા અને શ્રી પ્રતિક બારોટ દ્વારા વિદ્યાર્થિઓને ઉદ્યોગ સાહસિકતા વિશે માહિતી આપી હતી.
તા. 22/01/2026ના રોજ શ્રી રાજેશભાઈ વસાવા, શ્રી પ્રફૂલ્લ દવે અને શ્રી નરેન્દ્રભાઈ પાટોડિયા દ્વારા વિદ્યાર્થિઓને ઉદ્યોગ સાહિકતા વિશે માહિતી આપવામાં આવી હતી.
તા. 23/01/2026ના રોજ ઉદ્યોગ સાહસિકતા પ્રકલ્પના અધ્યક્ષ શ્રી હેતલ પાઠક જી (ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ) દ્વારા ઉદ્યોગની સ્થાપના, ઉદ્યોગનો વિકાસ વિશે માહિતી આપી હતી. અને અંતમાં સમાપન કાર્યક્રમના મુખ્ય મહેમાન સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડાના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત  ખાતે 52 માં રમતોત્સવમાં ભાગ લઈ રહેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડ...
01/02/2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે 52 માં રમતોત્સવમાં ભાગ લઈ રહેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા ખેલાડી મિત્રો

૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીદેડિયાપાડા સ્થિત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખ...
01/02/2026

૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

દેડિયાપાડા સ્થિત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ગૌરવભેર અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી, જેમાં ધ્વજવંદનનું સન્માન ડૉ. અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ ગૌરવભેર ભાગ લીધો.

આ પ્રસંગે ડૉ. અશોકુમાર દ્વારા પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતાં પોતાના સંબોધનમાં બંધારણના મૂલ્યો, નાગરિકોના અધિકાર અને ફરજો વિશે માર્ગદર્શન આપ્યું. સાથે સાથે દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા ઉપર ભાર મૂક્યો.

આ કાર્યક્રમનું સમગ્ર પરેડ સાથેનું સંચાલન એન.એસ.એસ.ના વોલેન્ટિયર અરૂણાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ઓતપ્રોત રહ્યો.

સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડા જિ. નર્મદા ખાતે તા. ૨૧/૦૧/૨૦૨૬ અને ૨૨/૦૧/૨૦૨૬ દિન ૨ દરમિયાન કૉલેજના આચાર્યશ્રી...
01/02/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડા જિ. નર્મદા ખાતે તા. ૨૧/૦૧/૨૦૨૬ અને ૨૨/૦૧/૨૦૨૬ દિન ૨ દરમિયાન કૉલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી ૧૮ રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

“जयाबेन वसावा का राज्य गणतंत्र दिवस शिविर (SRD) के लिए चयन होना हमारे महाविद्यालय एवं एनएसएस इकाई के लिए अत्यंत गौरव की ...
01/02/2026

“जयाबेन वसावा का राज्य गणतंत्र दिवस शिविर (SRD) के लिए चयन होना हमारे महाविद्यालय एवं एनएसएस इकाई के लिए अत्यंत गौरव की बात है। इस उपलब्धि के लिए हम उन्हें हार्दिक धन्यवाद एवं शुभकामनाएँ देते हैं।”

તા-૧૯-૦૧-૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે કોલેજના આચાર્ય શ્રી અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં સમાજ...
31/01/2026

તા-૧૯-૦૧-૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે કોલેજના આચાર્ય શ્રી અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ઓગસ્ટ ક્રાંતની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્ય શ્રી અનિલાબેન પટેલ તેમજ ગ્રંથપાલશ્રી સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના શરૂઆતમા પુષ્પગુચ્છ દ્રારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ ગામીત દ્રારા પ્રાસંગિક ઉદબોધન અને સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ ક્રાંતના જીવન અંગેના કેટલાક પ્રસંગોને યાદ કર્યા હતા.ત્યારબાદ T.Y.B.A ની વિધાર્થીની વસાવા જોસનાબેન દ્રારા ઓગસ્ટ ક્રાંતના જીવન ઘડતર અને સમાજશાસ્ત્ર માં તેમના યોગદાન અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. અને T.Y.B.A ના વિધાર્થી વસાવા અર્જુનભાઈ દ્રારા આપવામાં આવેલ વક્તવ્યમાં સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ તેમજ પ્રદ્રતિઓની વાત રજૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ કોલેજના આચાર્ય શ્રી અનિલાબેન પટેલ દ્રારા સમાજશાસ્ત્ર વિષયનો અન્ય વિષયો સાથે સહસંબંધ, સમાજ સાથેનું સુગ્રથન વગેરે એકતાના ભાવ પ્રદર્શિત કરતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.કોલેજના ગ્રંથપાલશ્રી સંજયભાઈ પરમાર દ્રારા પુસ્તકોની મૈત્રી , નવા નવા જ્ઞાનની પ્રાપ્તિ, યોગ્ય ચારિત્ર્ય ઘડતર અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.આભાર વિધિ પ્રો.સુરેશભાઈ ગામીત દ્રારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્વતીબેન વસાવા દ્રારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૩૦ બહેનો અને ૨૭ ભાઈઓ કુલ -૫૭ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

તારીખ ૨૦/૦૧/૨૦૨૫ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડા ખાતે કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. અનિલાબેન પટેલના માર્ગ...
31/01/2026

તારીખ ૨૦/૦૧/૨૦૨૫ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડા ખાતે કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય 'હેલ્ધી ડાયટ ફૂડ' હતો. જેના મુખ્ય વક્તા તરીકે સુરજબા કૉલેજ ઑફ એજ્યુકેશન કડીના પ્રા. ડૉ. જગદીશભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત મહેમાન શ્રીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ડૉ.જગદીશભાઈ પટેલ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ડૉ.જગદીશભાઈ પટેલ સાહેબે સ્વસ્થ અને ઋતુ પ્રમાણે ખાવામાં આવતા ખોરાક વિશે વિસ્તાપૂર્વક વાત કરી હતી. સાથે સાથે જંક ફૂડના સેવનથી થતા નુકસાન વિશે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ ઠંડા પીણાથી શરીરમાં કયા કયા નુક્સાન થાય છે તે વિશે પણ વાત કરી હતી. વ્યાખ્યાનના અંતે ડૉ. જગદીશ પટેલ સાહેબે કુકિંગ તેલનો વપરાશ ઓછામાં ઓછો કરવાની સલાહ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. બરખાબેન વળવીએ કર્યું હતું. આભારવિધિ પ્રા.ગંભીરભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

🇮🇳 હાર્દિક અભિનંદન 🇮🇳વસાવા બિપિનભાઈ રામસિંગભાઈ ગામ વાડવાની પેરા મિલિટરી ફોર્સ CISF માં થયેલી પસંદગી બદલ ખૂબ ખૂબ અભિનંદન ...
31/01/2026

🇮🇳 હાર્દિક અભિનંદન 🇮🇳

વસાવા બિપિનભાઈ રામસિંગભાઈ ગામ વાડવાની પેરા મિલિટરી ફોર્સ CISF માં થયેલી પસંદગી બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉 દેશની સેવા અને સુરક્ષા માટે સમર્પિત થવાની તેમની સિદ્ધિ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.ઉજ્જવળ કારકિર્દી અને ગૌરવપૂર્ણ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ 💐

વસાવા બિપિનભાઈ દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેમણે કોલેજનું નામ રોશન કર્યું છે.

🇮🇳 જય હિન્દ 🇮🇳

🇮🇳 હાર્દિક અભિનંદન 🇮🇳જયદીપભાઈ દીપસિંગભાઈ વસાવા ગામ ખોખરાઉમર ની પેરા મિલિટરી ફોર્સ BSF માં થયેલી પસંદગી બદલ ખૂબ ખૂબ અભિનં...
31/01/2026

🇮🇳 હાર્દિક અભિનંદન 🇮🇳

જયદીપભાઈ દીપસિંગભાઈ વસાવા ગામ ખોખરાઉમર ની પેરા મિલિટરી ફોર્સ BSF માં થયેલી પસંદગી બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉 દેશની સેવા અને સરહદોની સુરક્ષા માટે સમર્પિત થવાની તેમની સિદ્ધિ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.ઉજ્જવળ કારકિર્દી અને ગૌરવપૂર્ણ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ 💐

જયદીપભાઈ વસાવા દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેમણે કોલેજનું નામ રોશન કર્યું છે.

🇮🇳 જય હિન્દ 🇮🇳

Address

Pansar Road
Dediapada
393040

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm

Telephone

+912649299450

Alerts

Be the first to know and let us send you an email when Government Arts & Science College Dediapada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share