08/05/2025
1st IN DHANERA IN SSC
સંકલ્પ સ્કૂલ ની વિધાર્થીની સમગ્ર ધાનેરા તાલુકા માં પ્રથમ ક્રમે રહી.
આજરોજ ધોરણ 10 SSC નું પરિણામ જાહેર થયું જેમાં સંકલ્પ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર ધાનેરા તાલુકામાં પ્રથમ રહી
સંકલ્પ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કપિલા વરજેગ ભાઈ ચૌધરી 600 માંથી 587 માર્કસ સાથે 97.83% અને 99.96 PR સાથે સમગ્ર ધાનેરા તાલુકા માં પ્રથમ રહી.
પ્રજાપતિ શૈલેષ દલપતભાઈ 584, ચૌધરી મિતેશ પ્રભુભાઈ 583, રાજપુત ક્રિશા રણજીતસિંહ 582, ઘાંચી હેતલ ભેરાભાઈ 581, પાંડવ કેન્વી સુભાષકુમાર 580 માર્કસ મેળવ્યા.
સંકલ્પ સાયન્સ સ્કૂલમાં A1 ગ્રેડ માં 58 વિધ્યાર્થીઓ અને A2 ગ્રેડ માં 59 વિધ્યાર્થીઓ એ મેળવ્યો.
સંકલ્પ સ્કૂલમાં 90 ટકાથી વધુ 61 વિદ્યાર્થીઓ અને 80 ટકા થી વધુ 119 વિદ્યાર્થીઓ રહ્યા.
સંકલ્પ સ્કૂલના 106 વિદ્યાર્થીઓએ 600 માંથી 500+ માર્ક્સ મેળવ્યા
દરેક વિષયોમાં પણ સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ માર્ક્સ મેળવ્યા વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 મેળવનાર 14 વિદ્યાર્થીઓ, ગણિત વિષયમાં 100 માંથી 100 મેળવનાર 11 વિદ્યાર્થીઓ, સોશિયલ સાયન્સમાં 100 માંથી 100 મેળવનાર 05 વિદ્યાર્થીઓ, સંસ્કૃત માં 100 માંથી 100 મેળવનાર 02 વિદ્યાર્થીઓ, અંગ્રેજીમાં 99 અને ગુજરાતીમાં 95 માર્ક્સ સાથે અવ્વલ રહ્યા.
દરેક વિષયમાં પણ શ્રેષ્ઠ પરિણામ જેમ કે ગણિત વિષયમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 109 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન વિષયમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 76 વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 84 વિદ્યાર્થીઓ, અંગ્રેજી વિષયમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 63 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 63 વિદ્યાર્થીઓ, ગુજરાતી વિષયમાં 90 થી વધુ માર્ક્સ મેળવનાર 25 વિદ્યાર્થીઓ રહ્યા.