Swarnim Gujarat Sports University

Swarnim Gujarat Sports University Swarnim Gujarat Sports University This is an Official page of Swarnim Gujarat Sports University.

Pre-Event Conclave on "Yoouth And Sports Building a Sporting India" Date : 7th Sept, 2026AT : Swarnim Gujarat Sports Uni...
06/09/2026

Pre-Event Conclave on

"Yoouth And Sports Building a Sporting India"

Date : 7th Sept, 2026
AT : Swarnim Gujarat Sports University



PMO India Narendra Modi CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Swarnim Gujarat Sports University Sgsu Desar NSS India NSS Gujarat Fit India Movement Fit India Movement Gujarat Sports Authority of Gujarat Sports Authority of India

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી, ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જયંતી પર કોટિ-કોટિ નમન.गुरुर्ब्रह्म...
05/09/2026

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી, ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જયંતી પર કોટિ-કોટિ નમન.

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥

❤️


Fit India Movement Fit India Movement Gujarat Swarnim Gujarat Sports University Ministry of Youth Affairs and Sports, Government of India Sports Authority of Gujarat Sports Authority of India Khelo India

भगवान श्री कृष्णा के जन्मोत्सव के पावन पर्व कि हार्दिक बधाई एवं शुभकामनाएं।।श्री कृष्णा गोविंद, हरे मुरारी,है नाथ नारायण...
04/09/2026

भगवान श्री कृष्णा के जन्मोत्सव के पावन पर्व कि हार्दिक बधाई एवं शुभकामनाएं।।
श्री कृष्णा गोविंद, हरे मुरारी,
है नाथ नारायण, वासुदेवाय।।





Fit India MovementSports Authority of GujaratFit India Movement GujaratSwarnim Gujarat Sports UniversityFit India GujaratNSS IndiaNSS GujaratSports Authority of IndiaSportsCenter@topfans

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામ...
02/09/2026

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.”



Fit India Movement Fit India Movement GujaratSports Authority of Gujarat Swarnim Gujarat Sports University Sports Authority of India NSS India NSS Gujarat

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામ...
30/08/2026

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.”
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો કાર્યક્રમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના તમામ વિભાગના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વહીવટી સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં યોજાતા આ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે મેજર ધ્યાનચંદની પ્રેરણાદાયી વ્યક્તિત્વ વિશે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીએ જણાવ્યુ હતું. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે રમતગમતના વિકાસ, ફીટ ઇન્ડિયા અને ફિઝીકલ ફિટનેસ અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓ યોજાયી હતી. તેમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક ખેલાડીઓએ ભાગ લઇ ભવ્ય રીતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબે નેશનલ સ્પોર્ટ્સ ડે ની શુભેચ્છા પાઠવી અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશનું નામ રોશન કરવા અને ફીટ ઇન્ડિયા અને ફિટનેસના બ્રાન્ડ એમ્બેસેડર બની લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરવા જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડૉ.યજુવેન્દ્રસિંહ જેઠવા, ડૉ.પાલાભાઇ કારીયા, બિપુલભાઈ સોલંકી તથા પારસ બારોટ, હર્ષભાઈ શાહ અને સર્વે અધ્યાપકશ્રીઓ તથા તમામ વહીવટી સ્ટાફે ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ ડૉ. મહેશકુમાર મહીડાએ કરી હતી અને કાર્યક્રમનું સમગ્ર એન્કરીંગ કું. ક્રિષા ધડ્વાલ એ કર્યું હતું.💐💐💐💐💐
Fit India Movement Fit India Gujarat Sports Authority of Gujarat Swarnim Gujarat Sports University Fit India Movement Gujarat NSS India NSS Gujarat

"જય જય ગરવી ગુજરાત" કવિતાના પ્રણેતા, કવિ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે( કવિ નર્મદ)ને તેમની જન્મ જયંતી પર સાદર નમન.Narendra...
24/08/2026

"જય જય ગરવી ગુજરાત" કવિતાના પ્રણેતા, કવિ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે
( કવિ નર્મદ)ને તેમની જન્મ જયંતી પર સાદર નમન.

Narendra Modi PMO India CMO Gujarat Bhupendra Patel
Mansukh Mandaviya Harsh Sanghavi
Swarnim Gujarat Sports University Sports Authority of Gujarat
Fit India Movement Fit India Movement Gujarat Fit India Gujarat

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહ...
15/08/2026

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સિક્યોરીટી રક્ષકશ્રી વિશાલભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ.
આ અવસરે, દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી તેમને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.મનિષ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેકટર તથા NSSના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી સાહેબે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગ દર્શનમાં ગુજરાતે સાધેલા સર્વાંગીક વિકાસની રૂપરેખા આપી. માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજયમંત્રી-રમત ગમત તેમજ યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના માન.મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી અનેક વિધ-આયામોની વિકાસની રૂપરેખા આપી હતી. આજે ભારત દેશના તમામ નાગરીકોને સ્વાતંત્ર્ય પર્વના ૮૦ વર્ષ પૂર્ણે શુભેચ્છા પાઠવી હતી. પ્રો.ડૉ.રણછોડ રથવી સાહેબે રાષ્ટ્રના નિર્માણમાં શિષ્તબધ્ધ રીતે જુદા જુદા સારા કાર્યોમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ભાગીદારી વધે તેમજ નશામુક્ત ભારત બને તે માટે કદમ સે કદમ મિલાવીને ચાલવું પડશે તેવું જણાવ્યુ હતું. રમત ગમત એ બાળકો, યુવાનો તથા વડીલોને સ્વસ્થય અને ફીટ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતે આજે આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં અનેક ખેલાડી જેમકે, નીરજ ચોપડા, વિશ્વનાથ આનંદ, મેરી કોમ, સચીન તેંડુલકર, મેજર ધ્યાનચંદ જેવા અનેક ખેલાડીઓનો મહત્વનો ફાળો રહેલ છે .
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ભક્તિમાં રંગાઈને વિવિધ દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવ્યુ હતું. જેમાં ડીપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોર્ડીનેટર પ્રો. ડો.રણછોડ રથવી અને ડીપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ વિભાગના એચ.ઓ.ડી ડૉ.યજુવેન્દ્રસિંહ જેઠવા, ડૉ.મિતાબેન વ્યાસ, ડૉ. હરીશ વનાર અને એન એસ એસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક તમામ કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જય હિંદ!
વંદે માતરમ!
Narendra Modi PMO India CMO Gujarat
Bhupendra Patel Harsh Sanghavi Mansukh Mandaviya Sports Authority of Gujarat Swarnim Gujarat Sports University Sports Authority of India Fit India Movement Fit India Movement Gujarat Fit India Gujarat

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ" આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા...
15/08/2026

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ"
આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી, આ તિરંગા યાત્રામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.મનીષ રાવલનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ ભવ્ય તિરંગા યાત્રામાં યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ.તથા પ્રોફેસરશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના(NSS)ના અંતર્ગત કરવામાં આવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોર્ડીનેટર પ્રો.ડો.રણછોડ રથવી અને એન એસ એસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યાત્રામાં સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ યાત્રાને સફળ કરવા માટે યુનિવર્સિટીના સ્પોર્ટસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના તમામ પ્રોફેસરશ્રીઓ,વહિવટી સ્ટાફ અને તમામ કર્મચાશ્રીઓ એ અથાગ મહેનત કરી હતી. આ તિરંગા યાત્રા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી થી વાલાવાવ ગામ તેમજ માર્ગો પર રાષ્ટ્રપ્રેમની લહેર જગાવી સૌએ રાષ્ટ્રપ્રેમના નારા સાથે રસ્તા ગુંજાવી દીધા હતા. આ તિરંગા યાત્રા ભારત માતા પ્રત્યેની અવિચલ શ્રદ્ધા અને એકતાનું જીવંત પ્રતિક હતી સાથે સાથે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા તેમજ દેશનો હર એક યુવાન નશામુક્ત રહે તે અંગેના શપથ પણ લીધા હતા.
જય હિંદ!
વંદે માતરમ!
PMO India Narendra Modi
Mansukh Mandaviya
CMO Gujarat Bhupendra Patel
Harsh Sanghavi
Swarnim Gujarat Sports University
Fit India Movement Fit India Movement Gujarat Fit India Gujarat
NSS India NSS Gujarat Sports Authority of Gujarat

SGSUના NSS દ્વારા "Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat" અંતર્ગત તા.૨, ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ માન.વડાપ્...
03/08/2026

SGSUના NSS દ્વારા "Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat" અંતર્ગત તા.૨, ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દેશના યુવાઓને “નશામુક્ત યુવા અભિયાન” અંતર્ગત રાષ્ટ્રવ્યાપી અભિયાન અંગે વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું.

આ રાષ્ટ્રવ્યાપી “નશામુક્ત યુવા અભિયાન” અંતર્ગત SGSUના NSS દ્વારા ૪૮૦ વિદ્યાર્થીઓ 'નશામુક્ત' બનવા માટેના સંકલ્પ યુનિવર્સિટીના NSSના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી દ્વારા સંકલ્પ લેવડાવ્યો હતો અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણને પ્રોત્સાહન આપી શકે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો દેશના યુવાનોને સંદેશ આપેલ, "દેશના યુવાનો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તથા આત્મવિશ્વાસથી ભરપૂર હોય અને નશીલા પદાર્થો જેવી જીવલેણ આદતોથી હંમેશા દૂર રહે - આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે." 'નશામુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' આ જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. યુવાનો જ એક મજબૂત પરિવાર, મજબૂત સમાજ અને ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'નો પાયો નાખી શકે છે.આવો, આપણે સૌ સાથે મળીને નશીલા પદાર્થોને 'ના' અને ઉજ્જવળ ભવિષ્યને 'હા' કહીએ. દરેક સ્વપ્ન મહત્વપૂર્ણ છે. દરેક યુવાન દેશની તાકાત છે. "જો કોઈ યુવાન નશાની લતનો શિકાર બને છે, તો માત્ર તે વ્યક્તિનું જ નુકસાન નથી થતું; એક સ્વપ્ન પણ ખોવાઈ જાય છે." — માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાનોને વર્ચ્યુઅલના માધ્યમ થકી સંદેશ આપેલ.

SGSUના માન.કુલપતિશ્રી ડૉ.મનિષ રાવલ સાહેબના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. "Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat" અંતર્ગત “નશામુક્ત યુવા અભિયાન” નું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના NSSના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી, NSS પ્રોગ્રામ ઓફિસર, ડૉ.હરીશ વનાર તથા Dept.Of Sports Science, HOD ડૉ. યજુવેન્દ્રસિંહ જેઠવા અને ડૉ.પાલા કારીયા, યુનિવર્સિટીના IT Officerશ્રી જયમીન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના NSSના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી, NSS પ્રોગ્રામ ઓફિસર, ડૉ.હરીશ વનાર તથા Dept.Of Sports Science, HOD ડૉ. યજુવેન્દ્ર સિંહ જેઠવા તથા બ્રહ્માકુમારી સાવલી કેન્દ્રના શારદા દીદી અને જલ્પા દીદી તથા યુનિવર્સિટીના IT Officer શ્રી જયમીન મોદી અને યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા યુનિવર્સિટીના NSSના સ્વંય સેવકો તથા વોલન્ટીયર્સ અને યુનિવર્સિટીના ૪૮૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Opp. Taluka Seva Sadan Desar, Nr. Valavav Crossroad, At Post-Desar, Taluka/Desar
Dist. Vadodara
391774

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm

Alerts

Be the first to know and let us send you an email when Swarnim Gujarat Sports University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Swarnim Gujarat Sports University:

Shortcuts

Share