Children's Research University

Children's Research University This is an official FB account of Children’s Research University, Gandhinagar. This is the official FB account of Children’s Research University, Gandhinagar.
(1)

The core work of this maverick institution is to map the journey of Indian childhood through academic modalities. Do follow the page to trace all the updates regarding our innovative programs and academic ventures. https://www.cugujarat.ac.in
https://www.youtube.com/
https://mobile.twitter.com/crugandhinagar
https://www.instagram.com/crugandhinagar/?hl=en

21/08/2026

✨ તારુણ્યને સાચી દિશા, જીવનને નવી ઊંચાઈ! ✨

તારુણ્ય સપ્તાહ અંતર્ગત આયોજિત ‘સ્પર્શ’ કાર્યક્રમમાં માનનીય શ્રીમતી રિવાબા જાડેજા, મંત્રીશ્રી (રા.ક.), શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણનો પ્રેરક સંદેશ. 🌱

“પોતાની જાતને સ્વીકારવી એ આત્મવિશ્વાસનું સૌથી પહેલું પગથિયું છે.”

સરખામણી નહીં… પોતાની ઓળખ બનાવો.

લાઈક્સ નહીં… ચારિત્ર્ય, જ્ઞાન અને કાર્યને મહત્વ આપો. 💫

🎯 Believe in Yourself. Build Your Character. Shape Your Future.

GujaratEducation

🎓 નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ!ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વિવિધ પી.જી. ડિપ્લો...
18/08/2026

🎓 નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ!

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વિવિધ પી.જી. ડિપ્લોમા અને એનરીચમેન્ટ કોર્સ માટે પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. 📚✨

🌟 પી.જી. ડિપ્લોમા (૧ વર્ષ):
• સ્કૂલ કાઉન્સેલિંગ
• પેરેન્ટલ એજ્યુકેશન અને ફેમિલી કાઉન્સેલિંગ
• પ્રિનેટલ કેર એન્ડ એજ્યુકેશન
• પેરેન્ટિંગ ફોર ઇન્ફન્ટ એન્ડ ટોડલર એજ્યુકેશન

🌱 એનરીચમેન્ટ કોર્સ:
• પ્રિનેટલ એન્ડ પોસ્ટનેટલ યોગા
• હેલ્થ એન્ડ વેલ બીઇંગ
• વોકલ મ્યુઝિક
• બેઝિક સ્પોકન સંસ્કૃત
• ગુજરાતી ભાષાસજ્જતા અને લેખનકૌશલ્ય
• ટોય મેકિંગ
• રિસર્ચ મેથોડોલોજી એન્ડ ડેટા એનાલિસિસ

📅 ઓનલાઇન અરજીની અંતિમ તારીખ: ૨૮/૦૮/૨૦૨૬

🔗 રજિસ્ટ્રેશન: admission.cugujarat.ac.in

તમારી જ્ઞાનયાત્રાને નવી દિશા આપો અને બાળકેન્દ્રિત શિક્ષણ સાથે જોડાઓ! 🌈📖

શિશુ પરામર્શન કેન્દ્રમાં આજે બાળકો અને માતાઓએ સાથે મળીને માટીના મહાદેવ બનાવી સર્જનાત્મકતા, સંસ્કાર અને ભક્તિનો સુંદર સમન...
17/08/2026

શિશુ પરામર્શન કેન્દ્રમાં આજે બાળકો અને માતાઓએ સાથે મળીને માટીના મહાદેવ બનાવી સર્જનાત્મકતા, સંસ્કાર અને ભક્તિનો સુંદર સમન્વય કર્યો. 🌱✨
માટી સાથે રમતાં રમતાં બાળકોમાં સર્જનાત્મકતા, એકાગ્રતા અને ભારતીય સંસ્કારોના બીજનું વાવેતર થયું.
માતાઓની સાથે મળીને કરેલી આ પ્રવૃત્તિએ પેઢીઓ વચ્ચેના સંવાદને પણ વધુ સુંદર બનાવ્યો. ❤️

16/08/2026

🇮🇳 આઝાદીનો ઉત્સવ… અને નવી પેઢીના ભવિષ્યની ઉજવણી! 🌱✨

એક મુલાકાત… અનેક સંવેદનાઓ… અને બાળભવિષ્ય માટેનો એક સુંદર સંકલ્પ. 💙

૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે માનનીય પૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ
🤰 તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર અને
👶 શિશુ પરામર્શન કેન્દ્રની મુલાકાત લઈ
સગર્ભા માતાઓ અને નાનકડાં બાળકોના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને નજીકથી નિહાળ્યા.

🌱 ગર્ભથી બાળપણ સુધી…
સંસ્કારથી સંવર્ધન સુધી…
આજના બાળકથી આવતીકાલના ભારત સુધી! 🇮🇳

GarbhSanskar ChildCentric

16/08/2026

🇮🇳✨ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો CRU પરિસર! ✨🇮🇳

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર અને DACE, સીયુજીના સંયુક્ત ઉપક્રમે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી 🇮🇳

ધ્વજવંદન 🚩 | રાષ્ટ્રગાન 🎶 | દેશભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ 🇮🇳🎉
મુખ્ય અતિથિ પૂર્વ શિક્ષણમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તથા યુનિવર્સિટી પરિવારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ઉજવાયો રાષ્ટ્રોત્સવ. 🙏

🇮🇳 જય હિન્દ! જય ભારત! 🫡🇮🇳

JaiHind ViksitBharat

સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તા. 15/08/2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા “Street Smart – Celebration of Independence Day” કા...
15/08/2026

સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તા. 15/08/2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા “Street Smart – Celebration of Independence Day” કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે કાર્યરત Centre of Toy Scienceની Toy Van વિશેષ આકર્ષણ રહી હતી. 1,500થી વધુ બાળકોએ Toy Vanની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રમતા-રમતા શીખવાનો આનંદ માણ્યો હતો.

**સાંસ્કૃતિક કાર્યક્રમ | દેશભક્તિના રંગે રંગાયું CRU પરિસર **‘હર ઘર તિરંગા–૨૦૨૬’ અંતર્ગત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના...
15/08/2026

**સાંસ્કૃતિક કાર્યક્રમ | દેશભક્તિના રંગે રંગાયું CRU પરિસર **

‘હર ઘર તિરંગા–૨૦૨૬’ અંતર્ગત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના NSS યુનિટ અને બાલભવન વિભાગના સંયુક્ત ઉપક્રમે સુંદર **સાંસ્કૃતિક કાર્યક્રમ**નું આયોજન કરવામાં આવ્યું હતું.

🎶 Ph.D. સંશોધન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતનું સમૂહગાન
🎭 ‘નશામુક્તિ – એક નવી આઝાદી’ વિષય પર પ્રેરણાદાયી નાટિકા
💃 M.Sc. Food & Nutritionની વિદ્યાર્થિની દ્વારા સુંદર એકલ નૃત્ય
🧠 સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય દિવસ આધારિત રસપ્રદ ક્વિઝ

ગીત, નૃત્ય, નાટિકા અને જ્ઞાનસભર ક્વિઝ દ્વારા **દેશપ્રેમ, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રભાવનાનો સુંદર સંદેશ** આપવામાં આવ્યો.

DeshBhakti IndependenceDay RashtraPrem

**તિરંગા યાત્રા | તિરંગો હાથમાં, દેશભક્તિ દિલમાં 🇮🇳**‘હર ઘર તિરંગા–૨૦૨૬’ અંતર્ગત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના NSS યુન...
15/08/2026

**તિરંગા યાત્રા | તિરંગો હાથમાં, દેશભક્તિ દિલમાં 🇮🇳**

‘હર ઘર તિરંગા–૨૦૨૬’ અંતર્ગત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના NSS યુનિટ અને બાલભવન વિભાગ તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર સેન્ટર ઓફ એક્સલન્સ, સીયુજીના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર-29 પરિસરથી **ભવ્ય તિરંગા યાત્રા**નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી પરિસરથી શરૂ થયેલી યાત્રા **જલારામ મંદિર – સેક્ટર-૨૯ બજાર – ગવર્મેન્ટ ક્વાર્ટર – પબ્લિક ગાર્ડન** થઈ પુનઃ યુનિવર્સિટી પરિસર ખાતે પરત ફરી હતી.

વિદ્યાર્થીઓ, સંશોધનાર્થીઓ, NSS સ્વયંસેવકો તથા યુનિવર્સિટી પરિવારે હાથમાં તિરંગો અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમ સાથે **દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો.**

NSS DeshBhakti RashtraPrem IndependenceDay 🇮🇳

✨ નાનકડાં દેશભક્તોની અનોખી ઉજવણી!✨ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત શિશુ પરામર્શન કેન્દ્ર દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર...
15/08/2026

✨ નાનકડાં દેશભક્તોની અનોખી ઉજવણી!✨

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત શિશુ પરામર્શન કેન્દ્ર દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 🎉

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય પૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, માનનીય કુલગુરુશ્રી ડૉ. ટી. એસ. જોષી, કુલસચિવશ્રી પ્રો. સંજય ગુપ્તા સહિત યુનિવર્સિટી પરિવાર, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના નાનકડાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. 👨‍👩‍👧‍👦

👶🇮🇳 ત્રણ વર્ષ સુધીનાં નાનકડાં ભૂલકાંઓ દેશભક્તિના રંગે રંગાયા! કોઈ ચંદ્રશેખર આઝાદ બન્યું, તો કોઈ રાણી લક્ષ્મીબાઈ; વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ્જ થઈને બાળકોએ સૌનું મન મોહી લીધું. 🫡✨

🎭🎶 આ પ્રસંગે નાનકડાં બાળ કલાકારો દ્વારા વિવિધ દેશભક્તિમય સાંસ્કૃતિક કૃતિઓની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી, જેના થકી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું. તેમજ સંસ્કૃતના અધ્યાપિકાશ્રી ડૉ. ભૈરવી દીક્ષિત દ્વારા રચિત નવા ગીતનું વિમોચન કરવામાં આવ્યું હતું. ❤️

🌱 બાળપણમાં સંસ્કાર, હૃદયમાં દેશપ્રેમ અને જીવનમાં રાષ્ટ્રભાવ!

EarlyChildhood JaiHind ViksitBharat

Address

Children’s Research University, Near Jalaram Temple, Opp. Public Garden, Sector-29 Gandhinagar-Gujarat. Pincode
Gandhinagar
382030

Alerts

Be the first to know and let us send you an email when Children's Research University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Children's Research University:

Shortcuts

Share