Mahila Arts College Vidhyanagari

Mahila Arts College Vidhyanagari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahila Arts College Vidhyanagari, College & University, Vidhyanagari Campus, Motipura By Pass Road, Himatnagar.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે વયનિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય-સન્માન કાર્યક્રમ યોજાયો.     વિશ્વમંગલમ્ ક...
30/04/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે વયનિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય-સન્માન કાર્યક્રમ યોજાયો.

વિશ્વમંગલમ્ કેળવણી મંડળ, સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર હિંમતનગર ખાતે તારીખ : 30-04-2026 ના રોજ વય મર્યાદાથી નિવૃત્ત થતા મનોવિજ્ઞાન વિષયના પ્રો. ડૉ.વાય. એચ. પટેલ, કોલેજના હેડ ક્લાર્ક મા. મહેન્દ્રભાઈ ડી પટેલ, સેવક શ્રી ડી. એસ. ઠાકોર સેવક નો વિદાય સન્માન કાર્યક્રમ વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના પ્રમુખ શિક્ષણવિદ ડૉ ડી. એલ. પટેલના અધ્યક્ષ પદે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં વિદ્યાનગરી ના કેમ્પસ ડાયરેક્ટર ડૉ હિતેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી જયદીપભાઇ પટેલ, રમેશભાઈ પટેલ અને સીઈઓ ગૌરવભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ. પટેલે શાબ્દિક આવકારમાં મહેમાનોને આવકારી વિદાય લેતા કર્મચારીઓને શેષ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદાય થતા કર્મચારીઓને સન્માનપત્ર, શાલ, મોમેન્ટો, શ્રીફળ અને સાકર આપી નવાજવામાં આવ્યા હતા. સન્માન ના પ્રતિસાદમાં કર્મયોગીઓએ સંસ્થા પ્રત્યે ધન્યતા અનુભવતા પોતાની વફાદારી અને આવનારા દિવસોમાં સંસ્થા પ્રત્યેના લગાવની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, સ્નેહીઓ, મિત્રો અને વિદ્યાનગરી સંલગ્ન વિવિધ ભગીની સંસ્થાના કર્મચારીઓએ શુભેચ્છાઓ અને મોમેન્ટો અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ પ્રો. ડૉ પી. એચ. પટેલે કરી હતી. સૌ કર્મચારી મિત્રોના સાથ સહકારથી કાર્યક્રમ સફર રહ્યો હતો.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, મોતીપુરા હિંમતનગર ખાતે તારીખ: 14-04-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ...
14/04/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, મોતીપુરા હિંમતનગર ખાતે તારીખ: 14-04-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ બંધારણ રચયિતા ભારતરત્ન, મહાન સમાજસુધારક, સમરસ સમાજના હિમાયતી, રાષ્ટ્રવાદના પ્રખર સમર્થક શ્રદ્ધેય ડૉ ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજી ને ૧૩૫મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સંલગ્ન ...
08/04/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સંલગ્ન મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે તારીખ : 08-04-2026 ના રોજ ગ્રંથાલય વિભાગના ઉપક્રમે કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલના માર્ગદર્શન હેઠળ અને ગ્રંથપાલ ભગીરથીબેન ગોસ્વામીના સંચાલન હેઠળ સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ. જેમાં કોલેજની 125 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વર્તમાન સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અભિગમને સાર્થક કરવાના આશય માટે દર વર્ષે યોજાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ જ્ઞાન કસોટીમાં પ્રથમ ક્રમે કુ. પિંકી મારવાડી દ્વિતીય ક્રમે કુ. દિયા ઉપાધ્યાય અને કુ.સંધ્યાબા ઝાલા તૃતીય ક્રમે કુ. આંચલ મકવાણા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આવા સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.            હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ...
06/04/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન મહિલા આર્ટ્સ કોલેજ વિદ્યાનગરી, મોતીપુરા, હિંમતનગર ખાતે તારીખ : 06-04-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે મતદાતા જાગૃતિ કાર્યક્રમનો શપથ કાર્યક્રમ યોજાયો. લોકશાહીના પવિત્ર પર્વ એવા મતદાન માટે યુવાઓ અને સમાજમાં જાગૃતિ આવે એ માટે એનએસએસ.વિભાગ અને જ્ઞાન ધારાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમનો યોજાયો.જેમાં ડૉ. રીટાબેન જોશી એ મતદાનના મહત્વ વિશે સુંદર વિચારો રજૂ કર્યા હતા. પ્રો.ડૉ. એ એસ પટેલે મતદાન ની કટિબદ્ધતા માટે શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ડી કે ભોયા અને આભાર વિધિ ડૉ દીક્ષા સાવલા એ કરી હતી. કાર્યક્રમની સફળ બનાવવા માટે ડૉ. કુસુમબેન ગાવિત, ડૉ યશવંતભાઈ પટેલે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. આવા સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે "વિકસિત ભારત મેં સંસ્કૃત સાહિત્ય કી ભૂમિકા"   વિષય પર નેશનલ સેમિનાર યોજાયો....
25/03/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે "વિકસિત ભારત મેં સંસ્કૃત સાહિત્ય કી ભૂમિકા" વિષય પર નેશનલ સેમિનાર યોજાયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વ મંગલમ્ કેળવણી મંડળ, હિંમતનગર સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, મોતીપુરા હિંમતનગર અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય "વિકસિત ભારતમાં સંસ્કૃત સાહિત્યની ભૂમિકા" પર નેશનલ સેમિનાર તારીખ : 25-03-2026 ના રોજ યોજાયો. જેના અધ્યક્ષ પદે શિક્ષણવિદ વિદ્યાનગરી ના સ્થાપક ડૉ. ડી. એલ. પટેલ, ઉદ્ઘાટક પદે સાબરકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઈ પટેલ, મુખ્ય મહેમાન પદે ડૉ. દેવેન્દ્રભાઈ સુતરીયા, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ડી. પટેલ સુરેશભાઈ પટેલ, ( વિજાપુર આર્ટસ કોલેજ પ્રિન્સિપાલ) ટ્રસ્ટી શ્રી અક્ષયભાઈ પટેલ અને જયદીપભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ. ડૉ. કનૈયાલાલ એલ પટેલે સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી, સંસ્થા પરિચય આપીને સેમિનારની યથાર્થતા રજૂ કરી હતી. સેમિનારના સંયોજક પ્રો. ડૉ. રીટાબેન જોશી એ સેમિનાર ની ભૂમિકા ઉદ્દેશ અને ની ફલશ્રુતિ રજૂ કરી હતી. સેમિનારના બીજરૂપ વક્તવ્ય પ્રો.ડો.યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રી આપ્યું હતું. હેમ. ઉત્તર ગુજરાત યુનિ. સંસ્કૃત વિભાગ ના અધ્યક્ષ પ્રો. ડો. દેવસિંહ રાઠવા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. ભાવપ્રકાશ ગાંધી, ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવન ના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હેતલ પંડ્યા એ વિવિધ વિષયો પર પુરાણો તેમજ વેદો ના વિવિધ સંસ્કૃત ઉદાહરણો સાથે ઉત્તમ અને મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા . શોધપત્ર વાંચન બેઠકના અધ્યક્ષ પદે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના પ્રિ. ડૉ. રાકેશભાઈ જોષી શોધપત્ર રજૂ થયા એના વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શોધપત્ર વાંચનના અધ્યક્ષ અને વિજાપુર મહિલા કોલેજના પ્રિ. ડૉ. સુરેશભાઈ પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે 50 શોધપત્રો ના સંપાદિત એક ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના પ્રો. ડૉ. એસ પટેલ અને આભાર દર્શન ડૉ દીક્ષા સાવલા એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપક ડૉ. કે. વી. ગાવિત, ડૉ. વી જી પટેલ, ડૉ. ડી. કે ભોયા, તેમજ સૌ અધ્યાપકો નો સહકાર રહ્યો હતો. સેમિનારમાં 200 જેટલા સંશોધકો અને અધ્યાપકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહિલા ...
19/03/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગર ના સંયુક્ત સહયોગ થી આયોજિત 'લર્નિંગ એન્ડ એકસપોઝલ કમ સ્ટડી ટુર ફોર સ્ટુડન્ટ' અંતર્ગત કોલેજની વિદ્યાર્થીનીઓ ના સર્વાંગીક વિકાસ માટે નો શૈક્ષણિક પ્રવાસ તારીખ : 17-03-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજાયો. આ પ્રવાસમાં કોલેજની 119 વિદ્યાર્થીનીઓ તેમજ પ્રાધ્યાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાતના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી. જેમાં વડનગર, વાળીનાથ મહાદેવ (તરભ), ઐઠોર, ઊંઝા, પાટણ, મોઢેરા અને બેચરાજી જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
વડનગર ખાતે વિદ્યાર્થીઓએ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાનો અભ્યાસ કર્યો હતો. વાળીનાથ મહાદેવ (તરભ) અને બેચરાજી ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાનો અનુભવ કર્યો. ઐઠોર ગણપતિ દાદા ના દર્શન તેમજ ઊંઝા ખાતે માં ઉમિયાના દર્શન કર્યા હતા, પાટણ ખાતે પ્રખ્યાત રાણીકીવાવ અને પાટણની પટોળા સાડી ઉદ્યોગ વિશે માર્ગદર્શન મેળવ્યું. મોઢેરા ખાતે સૂર્યમંદિરના અદ્ભુત શિલ્પકામ અને સ્થાપત્યને નિહાળવાની તક મળી.
આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકી જ્ઞાન ઉપરાંત અનુભૂતિમય જ્ઞાન પ્રાપ્ત થયું. સાથે સાથે સહભાગીતા, શિસ્ત અને ટીમવર્ક જેવા ગુણોનો વિકાસ પણ થયો.
આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ કે એલ પટેલ અને પ્રો. ડૉ કે વી ગાવીત, પ્રો. ડૉ વાય એચ પટેલ, ડૉ. એ વી દેસાઈ, ડૉ ડી કે ભોયા વગેરે સ્ટાફના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વિદ્યાર્થીઓએ આ પ્રવાસને ખૂબ જ ઉપયોગી અને સ્મરણિય અનુભવ રહ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી શ્રી એમ ડી પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને વિશ્વમંગલમ્ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ, મોતીપુરા, હિંમતનગ...
10/03/2026

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને વિશ્વમંગલમ્ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ, મોતીપુરા, હિંમતનગર ખાતે તારીખ : 10-03-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ એન.એસ યુનિટ ના ઉપક્રમે થેલેસેમિયા બ્લડ પરીક્ષણ અને માર્ગદર્શન કાર્યક્રમ રેડક્રોસ સોસાયટી, અમદાવાદ ના સહયોગથી યોજાયો. કાર્યક્રમમાં પ્રથમ વર્ષ બી.એ. ની તમામ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ આર જે જોશી અને ડૉ. ડી કે ભોયા તેમજ કોલેજના સૌ અધ્યાપકો ના સહકારથી કાર્યક્રમ સફર રહ્યો હતો. આવા સમાજ ઉપયોગી કાર્યક્રમોને કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી શ્રી એમ ડી પટેલે આયોજકોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિકસિત ભારત -2047 ના લક્ષ્ય માટે સંસ્કાર, કેળવણી અને આધ્યાત્મિકતા જરૂરી - ડૉ. કિશોરભાઈ પોરીયા (કુલપતિ) હેમચંદ્રાચાર્ય ઉત...
26/02/2026

વિકસિત ભારત -2047 ના લક્ષ્ય માટે સંસ્કાર, કેળવણી અને આધ્યાત્મિકતા જરૂરી - ડૉ. કિશોરભાઈ પોરીયા (કુલપતિ)

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વમંગલમ્ કેળવણી મંડળ, વિદ્યાનગરી, હિંમતનગર સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ, એમ. ડી. પટેલ લો કોલેજ અને પારુલબા એમ એસ ડબલ્યુ. કોલેજના વાર્ષિકોત્સવ " પ્રજ્ઞા પર્વ - 2026" ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. સમારંભ ના અધ્યક્ષ પદ એ શિક્ષણવિદ વિદ્યાનગરીના સ્થાપક ડૉ. ડી. એલ. પટેલ, ઉદ્ઘાટક પદે હેમ. ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ કે. સી. પોરીયા, મુખ્ય મહેમાન પદે નાણાં પંચ ગુજરાત ના સદસ્ય મા. શ્રી જે. ડી.પટેલ, મા.શ્રી સી. પી.ચારણ (લીગલ સેક્રેટરી, સાબરકાંઠા ) પ્રિ. ડૉ.રાજેશ વ્યાસ (ડીન લો ફેકલ્ટી, હેમ. ઉત્તર ગુજરાત યુનિ. પાટણ) કેળવણી મંડળના મંત્રી ડૉ દેવેન્દ્રભાઈ સુતરીયા, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અક્ષય ભાઈ પટેલ, જયદીપભાઇ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ. પટેલે મહેમાનોને આવકારી, વિદ્યાનગરીની પરંપરાઓ અને તેની ઉપલબ્ધિઓ જણાવી, કાર્યક્રમની યથાર્થતા પર ભાર મૂક્યો હતો. લો કોલેજના પ્રિ. સૌરભ ભટ્ટે ત્રણેય સંસ્થાઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓને શીલ્ડ, પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનોમાં ડૉ. ડી. એલ. પટેલ પટેલે, તેમજ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતા ભારતના નિર્માણમાં સંસ્કારી અને સકારાત્મક રીતે પોતાની ભૂમિકા ભજવવા પર ભાર મૂક્યો હતો. યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. કે. સી પોરીયા એ વધુમાં જણાવ્યું કે વિકસિત ભારત - 2047 ના લક્ષ્ય માટે સંસ્કાર, કેળવણી અને આધ્યાત્મિકતા ની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ તમામ અહીં વિદ્યાનગરીમાં મને જોવા મળ્યા છે તેનો મને આનંદ છે તેમ જણાવી કેળવણી મંડળ અને સૌ આચાર્યશ્રીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સરસ મજાના સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા હતા . કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ. અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ એમ. એસ. ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ કુશ મકવાણાએ કરી હતી.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે તારીખ : 22-02-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદ...
22/02/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે તારીખ : 22-02-2026 ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ કલા કૌશલ્ય ધારા અને નાટ્યધારા ના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણ મહિમા પ્રસ્તુત કરતી ભક્તિમય કૃતિઓની પ્રસ્તુતિ વિદ્યાનગરી પારુલબા ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય રીતે રજૂ કરવામાં આવી. કાર્યક્રમમાં સૌ અધ્યાપકો અને મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીનીઓ ના સહકારથી કાર્યક્રમ સફર રહ્યો હતો. આવી વિદ્યાર્થીનીઓની કલા નું નિર્દેશન કરતી કૃતિઓ રજૂ કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી શ્રી એમ ડી પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મહિલા આર્ટ્સ કોલેજ મોતીપુરા, વિદ્યાનગરી,  હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ :19-02-20...
19/02/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મહિલા આર્ટ્સ કોલેજ મોતીપુરા, વિદ્યાનગરી, હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ :19-02-2026 ના રોજ માતૃભાષા મહોત્સવ - 2026 કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય વક્તા પદે ગુજરાતી ભાષા સાહિત્યના જાણીતા લઘુ કથાકાર, તલોદ આર્ટસ કોલેજના નિવૃત્ત પ્રો. ડૉ પ્રેમજીભાઈ પટેલ અને પ્રાંતિજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના પ્રો ડૉ સતિષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ. પટેલે મહેમાનોને આવકારી માતૃભાષા મહોત્સવના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના પ્રેરક ભાગ્યેશ જહાના વીડિયોના માધ્યમથી આપેલા સંદેશથી વિદ્યાર્થીઓ પરિચિત થયા હતા. વક્તાઓએ અનેકવિધ ઉદાહરણો સાથે માતૃભાષાના મૂલ્યો, સંસ્કાર અને વ્યક્તિત્વ નિર્માણની ભાષા છે એમ જણાવી વર્તમાન સમયમાં માતૃભાષાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો . કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ. અરવિંદ એસ. પટેલે અને આભાર વિધિ ડૉ. કુસુમબેન ગાવીતે કરી હતી . કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. ડી. કે. ભોયા, ડૉ એ.વી. દેસાઈ, ડૉ આર.જે.જોશી વગેરે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આવા સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી. એલ. પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ તારીખ : 26-01-2...
26/01/2026

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ તારીખ : 26-01-2026 ના રોજ 77 માં પ્રજાસત્તાક દિન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિશ્વમંગલમ્ કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ, મુખ્ય મહેમાન ધારાશાસ્ત્રી એડવોકેટ શ્રી રશ્મિકાંત પંડ્યા તેમજ કેળવણી મંડળના મંત્રી ડૉ દેવેન્દ્રભાઈ સુતરીયા, નારાયણભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી શ્રી એમ ડી પટેલ તેમજ વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ ની સંસ્થાઓના તમામ આચાર્યશ્રી ઓ અને અધ્યાપક ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેશભક્તિ અને દેશભાવના વ્યક્ત કરતા દેશભક્તિના વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયા હતા.

Address

Vidhyanagari Campus, Motipura By Pass Road
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Mahila Arts College Vidhyanagari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share