21/09/2026
જાયન્સ ગૃપ ઓફ જામનગર દ્વારા તારીખ ૧૯.૯.૨૦૨૬ ના રોજ શ્રી એ.કે. દોશી મહિલા કોલેજમાં આચાર્યશ્રી ડો. ચેતના મેડમ ભેંસદડિયા ના માર્ગદર્શન હેઠળ કેન્સર જાગૃતિ વિષય પર સેમિનાર અને ક્વિઝ કોમ્પિટિશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો.કાર્યક્રમ શરુઆતમાં હિન્દી વિભાગ ના અધ્યક્ષશ્રી ડો.કમલેશ દેસાઈ એ જાયન્સ ગૃપ ના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખ શ્રી અને વીક ઇન્ચાર્જ તેમજ કેન્સર ના ડો. ભાર્ગવ ત્રિવેદી નો ટૂંકો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું .કાર્યક્રમમાં ડો. ભાર્ગવ ત્રિવેદી એ પીટીટી દ્વારા કેન્સર શું છે અને કેન્સર થવાના કારણો તેમજ કેન્સર જાગૃતિ વિષય પર વિધાર્થીનીઓને મહત્વપૂણૅ જાણકારી આપવામાં આવી હતી. તેમજ ડો. ભાર્ગવ ત્રિવેદી સરે અને જાયન્સ ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી સતિષભાઈ ભટ્ટે વિદ્યાર્થીનીઓને ક્વિઝ રમાડી અને જીતનાર બહેનોને ઇનામ આપી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો. કોલેજના આચાર્યશ્રી ડો.ચેતનાબેન ભેંસદડિયાએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ સર્વે વિદ્યાર્થી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમના સંચાલન ડો.નઝમા અંસારી એ કર્યું હતું અને અંત માં ડો. ધર્મેશ ખાનપરા એ આભાર વિધિ કરી હતી.કાર્યક્રમ કોલેજના સમગ્ર સ્ટાફ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીનીઓના સાથ સહકાર દ્વારા સંપન્ન થયો હતો.