15/08/2024
આજ રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ કોલેજ રાધનપુર ખાતે *15 મી ઓગસ્ટ ના 78 માં સ્વાતંત્ર દિન* નિમિત્તે *ધ્વજ વંદન* 🇮🇳તેમજ *સાંસ્કૃતિક કાર્યક્રમ* ઉપરાંત *વર્ષ 2023-24 માં પ્રથમ ક્રમે આવેલ કેમ્પસના તમામ વિભાગના વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા* આ પ્રસંગે *અતિથિ વિશેષ તરીકે શ્રી ગણેશભાઈ હરજીભાઈ ચૌધરી
(પૂર્વ પ્રમુખશ્રી તેમજ સમાજના વડીલશ્રી,દાતાશ્રી માંડલાવાળા)* ની વિશેષ ઉપસ્થિતિ રહી તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ, રાધનપુર ના પ્રમુખશ્રી જીતેશભાઈ ચૌધરી સાહેબ,મંત્રીશ્રી નવીનભાઈ કે પટેલ સાહેબ તેમજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી, કારોબારી સભ્યશ્રીઓ,શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ,દાતાશ્રીઓ સમાજના અગ્રણીઓ,આદર્શ વિદ્યા સંકુલ ના તમામ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજર રહી *78 માં સ્વાતંત્ર દિવસ*🇮🇳 ની ઉજવણી કરવા માં આવી.