Chanakya career academy

Chanakya career academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chanakya career academy, Kolapur, Radhanpur.

04/01/2026
રાધનપુર આજુબાજુનો વિસ્તાર "વઢિયાર" તરીકે ઓળખાય છે માટે રાધનપુરને જિલ્લાનું વડુમથક બનાવવું જોઈએ અને જિલ્લાનું નામ "વઢિયાર...
27/09/2024

રાધનપુર આજુબાજુનો વિસ્તાર "વઢિયાર" તરીકે ઓળખાય છે માટે રાધનપુરને જિલ્લાનું વડુમથક બનાવવું જોઈએ અને જિલ્લાનું નામ "વઢિયાર" રાખવું જોઈએ...
- મહામંત્રી રઘુ રબારી 'વઢિયારી'
વઢિયાર સાહિત્ય મંચ

16/09/2024

ભગવદ્ગોમંડલકોશમાં હાથ વિશે વિસ્તૃત માહિતી આપી છે. ચાલો, તેમાંની કેટલીક માહિતી જાણીએ.

હાથ એટલે માણસો લખવા વગેરેની ક્રિયા જેનાથી કરે છે તે શરીરનો પંજાવાળો અવયવ; હસ્ત; કર; બાહુ; પાણિ.

આપણી લોકબોલીમાં હાથ વિશે અનેક કહેવતો અને રૂઢિપ્રયોગોનો પ્રસંગોપાત્ત ઉપયોગ થતો રહે છે.

(ભગવદ્ગોમંડલકોશમાં આપેલ ૧૫૭ કહેવતો કે રૂઢિપ્રયોગોની યાદી)

૧. એક હાથે તાલી ન પડે = બીજાની મદદની જરૂર હોવી.

૨. હાથ અડકાવવો-અડાડવો = (૧) કામ કરવા લાગવું; મદદ કરવી. (૨) હાથથી સ્પર્શ કરવો (૩) માર મારવો.

૩. હાથ આવવું = (૧) કબજામાં આવવું (૨) જડવું; પ્રાપ્ત થવું. (૩) પકડાવું. (૪) માલૂમ પડવું.

૪. હાથ આવેલી તક ખોવી = યોગ્ય સમય ગુમાવવો.

૫. હાથ આવ્યું તે જ ખરું = જે પ્રાપ્ત થાય તે જ કામનું.

૬. હાથ ઊગામવો-ઊંચકવો = હાથ વડે મારવાને તૈયાર થવું.

૭. હાથ ઉઠાવવો = (૨) મારવા ઊઠવું; હાથ ઉગામવો.

૮. હાથ ઉઠાવી લેવો = (૧) કબજો કે અધિકાર છોડી દેવો.

૯. હાથ ઉપાડવો = (૧) માર મારવાનું ફરમાન કરવું. (૨) મારવાને યુક્ત થવું. (૩) મારવું.

૧૦. હાથ ઊંચા કરવા = (૧) જવાબદારીમાંથી છટકી જવું. (૨) પ્રતિજ્ઞા ઉપર બોલવું.

૧૧. હાથ એઠા કરવા = કોઇને ત્યાં જમવું.

૧૨. હાથ ઓડવો = માગવાને માટે હાથ લાંબો કરવો; યાચના કરવી; માગવું; કોઇની પાસે કંઈ લેવા માટે ગરજ બતાવવી.

૧૩. હાથ ઓળવો = (૧) લોભ કરવો. (૨) શરમાવું. (૩) હાથ પાછો ખેંચવો.

૧૪. હાથ કરડવા = કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુનો સ્વાદ મોઢામાં રહી જવો.

૧૫. હાથ કરી લેવો = હાથથી માર મારી લેવો.

૧૬. હાથ કલમ કરવા = (૧) કાંડાં કાપી આપવાં. (૨) હાથમાં બેડી ઘાલવી.

૧૭. હાથ કાઢવો = ઉદારતા બતાવવી.

૧૮. હાથ કાપી આપવો = (૧) લેખિત કબૂલાત આપવી. (૨) સહી કરી આપવી. (૩) હાથના કટકા કરવા.

૧૯. હાથ કાળા કરવા = (૧) એબ લાગવી. (૨) કલંકિત કામમાં ભળવું. (૩) ખરાબ કામ કરવું. (૪) લાંચ લેવી.

૨૦. હાથ કંકણ ને આરસી શી? = પ્રત્યક્ષ કે વિખ્યાત વસ્તુને પ્રમાણની જરૂર હોતી નથી.

૨૧. હાથ ખંખેરવા = જવાબદારીમાંથી છટકી જવું.

૨૨. હાથ ખાજવવો = કોઇને મારવા માટે હાથમાં સળવળાટ થવો.

૨૩. હાથ ખેંચવો-પાછો ખેંચવો = લોભ કરવો.

૨૪. હાથ ખેંચી પકડવો = કરકસર કરવી; સંભાળી વિચારીને ખર્ચવું.

૨૫. હાથ ઘસવા = (૧) પસ્તાવો કરવો; બળાપો કરવો; પશ્ચાત્તાપ કરવો. (૨) હારી જવું; થાકી જવું.

૨૬. હાથ ઘાલવો = વચ્ચે પડવું; માથું મારવું; દરમિયાનગીરી કરવી; સામેલ થવું.

૨૭. હાથ ચડવું = (૧) કામ આવડવું. (૨) ભેટો થવો; સામનો થવો.

૨૮. હાથ ચલાવવો = (૧) ઝડપથી કામ કરવું. (૨) ઝપાટાબંધ ખાવા મંડવું. (૩) માર મારવાની તજવીજ કરવી. (૪) લખાણમાં સુધારોવધારો કરવો.

૨૯. હાથ ચલાવ્યા વગર કોળિયો મોંમાં ન પેસે = પુરુષાર્થ વગર પ્રારબ્ધ લૂલું છે.

૩૦. હાથ ચળવળવા = હાથ વડે મારવાની ચળ થવી.

૩૧. હાથ ચાટવો = (૧) પશ્ચાત્તાપ કરવો. (૨) ભુખાળવા થવું. (૩) લાલચુ થવું. (૪) લાલસા થવી. (૫) વલખાં મારવાં; ફાંફાં મારવાં.

૩૨. હાથ ચાટ્યે કંઈ પેટ ભરાય ? = કોઇ વસ્તુ માટે વલખાં મારવાથી કાંઇ તે વસ્તુ પ્રાપ્ત થતી નથી.

૩૩. હાથ ચાલવો = (૧) કામમાં ઝપાટો થવો. (૨) હાથ વડે કામ થવું. (૩) હાથ વડે મારવું.

૩૪. હાથ ચોખ્ખો ન હોવો = (૧) અટકાવવાળું હોવું; સ્ત્રીનું રજસ્વલા હોવું. (૨) ચોરી કરવાની ટેવ હોવી.

૩૫. હાથ ચોખ્ખો હોવો = પ્રામાણિક કે નિષ્કલંકિત હોવું; વિશ્વાસુ હોવું.

૩૬. હાથ પોરવો = હાથ પાછો લેવો.

૩૭. હાથ ચોળવો = ગુમાવ્યા પછી બળાપો કરવો.

૩૮. હાથ છૂટી બલા થઈ જવી = વગર વિચાર્યે કે ક્રોધમાં ઘા કરવો કે મારવું.

૩૯. હાથ છૂટો હોવો = (૧) ઉદાર હોવું. (૨) ખરચાળ હોવું. (૩) મારવાની ટેવ હોવી.

૪૦. હાથ જવા = ટેકો જવો; હિંમત હારી જવી.

૪૧. હાથ જૂઠો થઈ જવો = હાથ નકામો થઈ પડવો.

૪૨. હાથ જોડવા = (૧) થાકી જવું; કંટાળી જવું; હારી જવું. (૨) નમવું; પગે લાગવું. (૩) માફી માગવી. (૪) વિનંતિ કરવી; આજીજી કરવી.

૪૩. હાથ જોવો = સામર્થ્યનો પરચો જોવો. (૨) હસ્તરેખા જોઈ ભવિષ્ય ભાખવું.

૪૪. હાથ ઝાલવો = (૧) પત્ની તરીકે સ્વીકારવું; પરણવું. (૨) મદદ કરવી; આશ્રય આપવો. (૩) રોકવું; અટકાવવું. (૪) હાથ પકડવો.

૪૫. હાથ ટાઢા કરવા = (૧) દાન આપી સંતોષ પામવો. (૨) સુખનો લહાવો લેવો.

૪૬. હાથ ઠરવો = ટેવાવું; સારો અનુભવ થવો.

૪૭. હાથ ઠારવા = (૧) તૃપ્તિ અનુભવવી. (૨) ધાર્યા પ્રમાણે માર મારવો. (૩) મરજી મુજબ કોઇને આપી દેવું.

૪૮. હાથ ઠોકવો = હાથ ઠોકીને સાટું નક્કી કરવું.

૪૯. હાથ તરછોડવો = (૧) ના પાડવી. (૨) સાથ છોડી દેવો.

૫૦. હાથ તાળી આપવી-દઈ જવું = સામા પક્ષને કહીને, ચેતવીને કે જાહેર કરીને નાસી જવું; છેતરવું.

૫૧. હાથ થવો = ઉગામીને મારવાની તજવીજ થવી.

૫૨. હાથ દાઝવા = કડવો અનુભવ થવો.

૫૩. હાથ દાબમાં આવવો = (૧) ઉપકાર તળે આવવું. (૨) સપડાવું; સંકડામણમાં આવવું.

૫૪. હાથ દાબવો-ચાંપવો = (૧) ચૂપ રાખવું; વારવું. (૨) લાંચ આપવી. (૩) સંકેત કરવો; છૂપો ઇશારો કરવો.

૫૫. હાથ દીધે હંગામણ ન રહે = (૧) કુદરતી હાજત રોકી શકાતી નથી. (૨) થવાનું હોય તે થયા જ કરે છે.

૫૬. હાથ દેખાડવો-બતાવવો = (૧) આવડત બતાવવી. (૨) ખો ભુલાવે તેવી શિક્ષા કરવી. (૩) તાકાતનો પરચો આપવો. (૪) ભવિષ્ય જોવડાવવા હાથ ધરવો. (૫) સંજ્ઞા કરવી.

૫૭. હાથ દેવો = (૧) ચોપડવું; હાથ મારવો. (૨) ટેકો આપવો. (૩) રોકવું; અટકાવવું.

૫૮. હાથ ધરવો = માગવું.

૫૯. હાથ ધોઈ નાખવા = (૧) આડો આંક વાળવો. (૨) આશા મૂકવી. (૩) કામ હાથમાંથી છોડી દેવું. (૪) ખતમ કરવું. (૫) જવાબદારી છોડી દેવી. (૬) દેવાળું કાઢવું. (૭) ફારગ થઈ જવું. (૮) હિંમત હારી જવી.

૬૦. હાથ ધોવરાવી નાખવા = આશા છોડાવી દેવી.

૬૧. હાથ ધોવો = સંબંધ છોડવો.

૬૨. હાથ નાખવો = (૧) કોઈ બાબતમાં વચ્ચે પડવું. (૨) છાતી ફૂટવી. (૩) લૂટવું; ઝડપ મારવી. જેમકે, આબરૂ ઉપર હાથ નાખવો.

૬૩. હાથ નાપાક હોવા = સ્ત્રીનું રજસ્વલા હોવું; અટકાવવાળું હોવું.

૬૪. હાથ નીચા પડવા = (૧) નિરાશ થવું; નાસીપાસ થવું. (૨) નિષ્ફળ જવું.

૬૫. હાથ પછાડવા = ગુસ્સા કે કંટાળાથી પશ્ચાત્તાપ કે શોક કરવો; નિરાશાનો કઢાપો કરવો.

૬૬. હાથ પડવું = (૧) અચાનક મળી જવું. (૨) પકડાઈ જવું. (૩) હાથમાં આવે તો ખૂબ માર મારવો.

૬૭. હાથ પર લેવું = (૧) જાતે કરવા માંડવું. (૨) ધ્યાન આપવા માંડવું. (૩) પોતાની તરફનું કરવું. (૪) પોતાની દેખરેખમાં ને સંભાળમાં લેવું. (૫) શરૂ કરવું.

૬૮. હાથ પસારવો = ભીખ માગવી.

૬૯. હાથ પહોંચતો હોવો = પૈસાની છૂટ હોવી.

૭૦. હાથ પાણી લેવું = પખાલ લેવી; ગુદા પ્રક્ષાલન કરવું.

૭૧. હાથ પીળા કરવા-પીળવા = (૧) લગ્ન લઈ પીઠી ચોળવાનો લહાવો લેવો. (૨) લગ્ન કરાવવાં.

૭૨. હાથ પોલો તો જગ ગોલો = નાણાં છૂટથી વાપરે તો જગત તાબેદાર થઇને રહે; દામ કરાવે કામ; પૈસો પરમ દૈવત.

૭૩. હાથ પોલો રાખવો = હાથ ઉદાર હોવો.

૭૪. હાથ ફરવો = (૧) ચોરી થવી. (૨) લખાણ વગેરેમાં સુધારોવધારો થવો.

૭૫. હાથ ફંફોળવા = અંધારામાં ફાંફાં મારવાં.

૭૬. હાથ ફેરવવો = (૧) ઉચાપત કરવી. (૨) ઉપરઉપરથી સારું લગાડવું. (૩) પંપાળવું. (૪) વલૂરવું. (૫) સુધારોવધારો કરવો. (૬) હાથ વડે ચોપડવું; રંગવું.

૭૭. હાથ ફેરવી જવું = ચોરી જવું કે ચોરી કરવી.

૭૮. હાથ ફેરો કરવો = (૧) ઉઠાવી જવું. (૨) ચોરી કરવી. (૩) પંપાળવું.

૭૯. હાથ ફોરો હોવો = સપાટાબંધ કામ કરે એવું હોવું.

૮૦. હાથ બાળવા = (૧) આગોતરી કબૂલતા આપવી; આગળથી સહી કરી બંધાઈ જવું. (૨) જાતે કે પંડે કામ કરવું. (૩) હાથે રસોઈ કરવી; જાતે રાંધવું.

૮૧. હાથ બાંધવા = અટકાવ કરવો; કામ કરતાં અટકાવી રાખવું; રોકવું.

૮૨. હાથ બેસવું = હુન્નરધંધો આવડવો.

૮૩. હાથ ભરવા = લાંચ આપવી.

૮૪. હાથ ભરાવા = પૈસા મળવા; લાંચ મળવી.

૮૫. હાથ ભારે હોવો = (૧) ઈજા પહોંચે કે જાડું કામ થાય તેવી ઊણપ હોવી. (૨) સગવડ પ્રમાણે કામ કરવું.

૮૬. હાથ ભાંગવો = ઉપયોગી ચીજ બગડી કે ખોવાઈ જવી.

૮૭. હાથ ભીડમાં હોવા = પૈસાની તંગી હોવી.

૮૮. હાથ મરડી નીચે પાડવો = મલ્લવિદ્યામાં એક પ્રકારનો દાવ કરવો.

૮૯. હાથ મિલાવવો = (૧) ભેટવું. (૨) સલામ કરવી.

૯૦. હાથમુચરકો = જામીનગીરીનું લખાણ.

૯૧. હાથ મૂછે દેવો = અભિમાની થવું.

૯૨. હાથ મેળવવો = (૧)છૂટેલી દોસ્તી પાછી સાંધવી. (૨) વિવાહમાં કન્યાનો હાથ સોંપવો. (૩) સામસામા હાથોહાથની લડાઈ કરવી.

૯૩. હાથ મોં ભણી વળવો = પોતાનો સ્વાર્થ પહેલાં સાધવો.

૯૪. હાથ રસ ઉતારવો-લેવો = સંતોષ થાય ત્યાં સુધી માર મારવો.

૯૫. હાથ રાખવો = (૧) ઉપકાર કરવો. (૨) સામેલ રહેવું.

૯૬. હાથ રાતા કરવા = ખૂન કરવું.

૯૭. હાથ રોકવો = કોઇ કાર્યમાં પ્રવૃત્ત રહેવું.

૯૮. હાથ લગાડવો = (૧) મદદ કરવી. (૨) હાથ અડકાવવો. (૩) માર મારવો.

૯૯. હાથ લંબાવવો = (૧) ભીખ માગવી. (૨) મદદ માગવી. (૩) મદદ કરવી.

૧૦૦. હાથ લાગવું = મળી આવવું; જડવું.

૧૦૧. હાથ લાંબો કરવો = (૧) ઉદારતા બતાવવી. (૨) સહાય કરવી; મદદ કરવી.

૧૦૨. હાથ વળવો = કોઇ પણ કામમાં હાથ ટેવાવો.

૧૦૩. હાથ વાટકો = ઉપયોગી છોકરું અથવા નોકર.

૧૦૪. હાથ વાવડી = ચોરી જાય તેવું.

૧૦૫. હાથ વાળવા = ફૂટવું; પીટણી પાડવી.

૧૦૬. હાથવેંતનો ભરેલ = પૂરેપૂરું જાણેલ; ઓળખેલ; ઊછેરેલ.

૧૦૭. હાથવેંતમાં = (૧) થોડા વખતમાં. (૨) નજદીક; પાસે.

૧૦૮. હાથ સમેટવો = (૧) આપતાં અટકવું. (૨) લોભ કરવો.

૧૦૯. હાથ સારા ન હોવા = અટકાવવાળું કે રજસ્વલા હોવું.

૧૧૦. હાથ સારા હોવા = (૧) અક્ષર સારા હોવા. (૨) પ્રવીણ હોવું. (૩) પ્રામાણિક અને ચોખ્ખું હોવું.

૧૧૧. હાથ સાંકડમાં હોવો = હાથભીડમાં હોવો; નાણાંની તંગીમાં હોવું.

૧૧૨. હાથ સૂકો ને કણબી ભૂખ્યો = મહેનતને લઈ જઠરાગ્નિ તેજ થવી.

૧૧૩. હાથ સોંપવો = (૧) દેખરેખ નીચે સોંપવું; સંભાળ નીચે મૂકવું. (૨) વિવાહમાં કન્યાને સોંપવી.

૧૧૪. હાથ હલકો હોવો = (૧) ઈજા ન થાય તેવો હાથ હોવો. (૨) કોઈ કામમાં લાઘવ હોવું.

૧૧૫. હાથ હલાવવો = (૧) આઘી પાછી કરવી. (૨) મહેનત કરવી. (૩) હસ્તધૂનન કરવું. (૪) હાથ ચાલાકી કરવી.

૧૧૬. હાથ હળવો કરવો = પૈસા ખર્ચવા.

૧૧૭. હાથ હાંડેલાં લેવરાવવાં = ખૂબ હેરાનગતિ કરવી; તોબા પોકારાવવી.

૧૧૮. હાથ હાલ્લાં હોવાં = (૧) નાસી જવા જેવી વિષમ વેળા આવવી. (૨) મોટી મુશ્કેલીમાં આવવું.

૧૧૯. હાથ હેઠા પડવા = (૧) નિરાશ થવું. (૨) નિષ્ફળ જવું. (૩) લાચાર થવું.

૧૨૦. હાથથી જવું = (૧) બેલગામ થઈ જવું; કામ વગરનું થવું. (૨) કાયમ માટે ખોઈ બેસવું.

૧૨૧. હાથનાં કર્યાં હૈયે વાગે = દરેક માણસને પોતાના કર્મનો બદલો ભોગવવો જ પડે છે; ખાડો ખોદે તે પડે; વાવે તેવું લણે.

૧૨૨. હાથનાં કોઈ બે બોર પણ ન લે એવું = (૧) ભયંકર આકૃતિ, મલિનતા, દુષ્ટતાવાળું હોવું. (૨) રૂપ, રંગ, ગુણ વિનાનું હોવું.

૧૨૩. હાથની આળસે મૂછ મોંમાં આવે = પ્રમાદનું ફળ ભોગવવું.

૧૨૪. હાથની ચળ ઊતારવી = (૧) નિરુદ્દેશ કામ કરવું. (૨) વગર કારણે માર મારવો.

૧૨૫. હાથની માગણી કરવી = લગ્નની માગણી કરવી.

૧૨૬. હાથનું કંકણ હાથે શોભે = કોઈ પણ વસ્તુ પોતાને સ્થાને જ શોભે.

૧૨૭. હાથનું ચોખ્ખું-સાચું = પ્રામાણિક.

૧૨૮. હાથનું છૂટું = (૧) ઉડાઉ; ખર્ચાળ; હાથમાં આવે ખર્ચી નાખનારું. (૨) ઉદાર. (૩) માર મારવાની ટેવવાળું; મારકણું.

૧૨૯. હાથનું જૂઠું = ચોર, અપ્રામાણિક.

૧૩૦. હાથનું-ટાઢું-ઠંડું-ધીમું = કામ કરવામાં આળસુ કે ધીમું.

૧૩૧. હાથનું પોલું = (૧) ઉડાઉ. (૨) હાથમાં આવેલું રહે નહિ તેવું.

૧૩૨. હાથનું મેલું = બદદાનતનું; ખરાબ ઇરાદાનું.

૧૩૩. હાથનું મોકળું = ઉદાર.

૧૩૪. હાથને જશ હોવો = (૧) સફળતા મેળવવી. (૨) સારાં કામ થવાં.

૧૩૫. હાથનો ખેલ = તદ્દન સહેલું.

૧૩૬. હાથનો મેલ = પોતાની કરેલી કમાણી. (૨) છોડવા યોગ્ય

૧૩૭. હાથનો સ્વસ્તિક રચવો = અદબવાળી ઊભા રહેવું.

૧૩૮. હાથમાં અદ્ધર રાખવું = બહુ લાડ લડાવવાં.

૧૩૯. હાથમાં આવ્યું તે જ ખરું = હાથમાં તેના મોંમાં; અડધું મૂકીને આખાને ન ધાવું.

૧૪૦. હાથમાં કાછડી ઝાલવી-હાથમાં પોતિયું રહેવું = (૧) ગભરાઈ જવું. (૨) બહુ બીક લાગવી.

૧૪૧. હાથમાં ચાંદ બતાવવો = ભોળવવું.

૧૪૨. હાથમાં ચાંપવું-દાબવું = લાંચ આપવી.

૧૪૩. હાથમાં પડવું = વશમાં જવું; કાબૂમાં આવવું.

૧૪૪. હાથમાં લેવું = (૧) કોઈ કામ કરવાનું માથે લેવું. (૨) વશ કરવું.

૧૪૫. હાથમાં સમાઈ જવું = (૧) કોઈ માણસની હયાતીમાં નાના માણસનું આયુષ્ય પૂરું થવું. (૨) પતિની હયાતીમાં સ્ત્રીનું મરણ થવું.

૧૪૬. હાથમાં હાથ આપવો = (૧) પરણવું. (૨) વચન આપવું.

૧૪૭. હાથમાં હોવું = કબજામાં હોવું; પોતાને આધીન હોવું.

૧૪૮. હાથે ઉપાડી લેવું = ઇચ્છાથી કામ શરૂ કરવું.

૧૪૯. હાથે કરીને પેટમાં પાળી (છરી) મારવી = પેટ ચોળીને શૂળ ઊભું કરવું; જાણી જોઇને પોતાનું અહિત કરવું.

૧૫૦. હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારવો = જાણી જોઇને પોતાની આવકનું સાધન નષ્ટ કરવું.

૧૫૧. હાથે કરીને પોતાની એબ ઉઘાડવી નહિ = પોતાની જાંઘ ઉઘાડીએ તો નાગા દેખાઈએ.

૧૫૨. હાથે ચૂડી પહેરવી = બાયલા હોવું.

૧૫૩. હાથે તે સાથે = દાન પુણ્ય કર્યું કામ આવે છે; હાથનું કરેલું; તે જ બીજી દુનિયામાં કામ આવે છે.

૧૫૪. હાથે પગે નીકળવું = ઘરની બધી સમૃદ્ધિ તજીને માત્ર પંડે જ નીકળવું.

૧૫૫. હાથે પગે લાગવું = આજીજી કરવી.

૧૫૬. હાથે પગે હળવા થવું = શણગાર ઉતારવો.

૧૫૭. હાથોહાથ કરવું = સહકારથી કરવું.

ગુજરાતી વાક્યરચનામાં પદસંવાદ - ૧૧-------------------- બંને સંજ્ઞાઓ નપુંસકલિંગની હોય ત્યારે ક્રિયાપદ નપુંસકલિંગ બહુવચનમાં...
02/07/2024

ગુજરાતી વાક્યરચનામાં
પદસંવાદ - ૧૧
-------------------

- બંને સંજ્ઞાઓ નપુંસકલિંગની હોય ત્યારે ક્રિયાપદ નપુંસકલિંગ બહુવચનમાં જ આવે. જેમ કે,

કૂતરું અને સસલું દોડતાં હતાં.
(કર્તા-ક્રિયાપદનો પદસંવાદ)

મેં ચીકુ અને કેળું ખાધાં નહીં.
(કર્મ-ક્રિયાપદનો પદસંવાદ)

- બંને સંજ્ઞાઓ ભિન્નભિન્ન લિંગની હોય ત્યારે ક્રિયાપદ નપુંસકલિંગ બહુવચનમાં જ આવે છે. જેમ કે,

મેં ઠરાવ અને યાદી વાંચ્યાં નથી.
ઊંટ અને ગાય દોડતાં હતાં.
શિવ અને પાર્વતી બેઠાં હતાં.
મેં શીરો અને પૂરી ખાધાં.

આવી જ રીતે ‘ને’, ‘તથા’, ‘તેમજ’ જેવાં સંયોજકોથી જોડાયેલી સંજ્ઞાઓ પણ ઉપરની રીતે જ પદસંવાદ ધરાવે છે. જેમ કે,

તેણે સ્વેટર ને ગરમ ટોપી પહેર્યાં.
રામ ને શ્યામ શાળાએ ચાલતા ગયા છે.

મોહનભાઈ તથા ભાવનાબેન રાજકોટ ગયાં છે.
રાકેશ તથા રાહુલ હજુ આવ્યા નથી.

મીનાએ પેન્સિલ તેમજ રબર ખરીદ્યાં.
તેણે ફાફડા તેમજ જલેબી ખાધાં.

- કર્તા-કર્મ દર્શાવતાં પદો ‘કે', ‘અથવા’, ‘યા’, ‘અગર’, જેવાં વિકલ્પવાચક સંયોજકોથી જોડાય ત્યારે ક્રિયાપદ સંયોજક પછીની સંજ્ઞા પ્રમાણે લિંગ- વચનના પ્રત્યયો લે છે. જેમ કે,

તેણે પાઠ કે કવિતા વાંચી નથી.
તેણે કવિતા કે પાઠ વાંચ્યો નથી.

ખેતરમાં બકરાં અથવા ઘોડો પેઠો નથી.
ખેતરમાં ઘોડો અથવા બકરાં પેઠાં નથી.

મેં ચપ્પુ યા પેન્સિલ લીધી નથી.
મેં પેન્સિલ યા ચપ્પુ લીધું નથી.

મેં ચાવી અગર તાળાં જોયાં નથી.
મેં તાળાં અગર ચાવી જોઈ નથી.

ક્રમશઃ

આધાર :
----------
ગુજરાતી ભાષાસૌન્દર્ય

પ્રકાશક :
-----------
ભાષા નિયામકની કચેરી

સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

વઢિયાર સાહિત્ય મંચ લાવી રહ્યું છે....એક નવલું નજરાણું.....            આપણા વઢિયારના ઈતિહાસમાં સૌપ્રથમ વાર   વઢિયારના જ ૭...
03/07/2023

વઢિયાર સાહિત્ય મંચ લાવી રહ્યું છે....
એક નવલું નજરાણું.....
આપણા વઢિયારના ઈતિહાસમાં સૌપ્રથમ વાર વઢિયારના જ ૭૫ કવિ લેખકોનો સમાવેશ કરતું ૫૦૦થી વધારે પાનાંનું એક દળદાર પુસ્તક
‌‌ એટલે
'ધન્ય ધરા વઢિયાર ભાગ-૧'
‌‌જેમાં છે.....
વરાણાની વાતો અને વાછડાની વીરતા.
રાધનપુરનો રૂઆબ અને શંખેશ્વરની શાન.
એમાં વઢિયારની લોકવાર્તાઓ છે તો
ગીત અને ગઝલો પણ છે.
એમાં નાથા ગોધાની દાતારી છે તો
ગુજરાતમાં સૌપ્રથમ થયેલાં સમૂહ લગ્નની વાત પણ છે.

ને સાથે સાથે વઢિયાર સાહિત્ય મંચ આયોજિત સ્પર્ધા વિજેતા રચનાઓનો રસથાળ તો ખરો જ....

તો આપ તૈયાર છો ને ....
‌‌ અમારા આ અનોખા પ્રયાસને આવકારવા માટે.

*વધારેમાં વધારે પ્રતો બુક કરાવીને આપ અમારા આ પ્રયાસને જરૂરથી બિરદાવશો.*

*Pre booking offer*
*350=00*

*MRP 500*
*30% less*

THAKKAR MOHIL KISHORKUMAR

baroda gujarat gramin bank
A/c
76470100001881
Ifsc
BARB0BGGBXX
(FIFTH IS -ZERO)

અથવા
ગૂગલ પે નં-
96647 35619

નામ,સરનામું અને પુસ્તકની સંખ્યા સાથે પેમેન્ટનો સ્ક્રીન શોટ 96647 35619 નંબર પર મોકલાવવો.
🙏🙏🙏🙏🙏

Vijay Joynak In my Recording studio Radhanpur
24/01/2023

Vijay Joynak In my Recording studio Radhanpur

નમસ્કાર...!મારા ફેશબુકના મિત્ર..! તમે મને સારી રીતે ઓળખો છો.કોરોના મહામારી ચાલી રહી છે આવા સમયે મેં ઘણા આપણા વઢિયાર વિસ્...
05/05/2021

નમસ્કાર...!
મારા ફેશબુકના મિત્ર..!
તમે મને સારી રીતે ઓળખો છો.

કોરોના મહામારી ચાલી રહી છે આવા સમયે મેં ઘણા આપણા વઢિયાર વિસ્તારના ગરીબ લોકોને દવા અને ફ્રુટ માટે લાચાર જોયા છે. તે દરમિયાન મને એક વિચાર આવ્યો.
મારા પાંચ હજાર મિત્રો છે જો
રૂ. 500 થી 1000 ની મદદ કરે તો રૂ. 250000 થી રૂ. 500000 (અઢ્ઢી લાખ થી પાંચ લાખ રૂપિયા થાય)

આપણે આ રૂપિયામાંથી કોરોનાના દર્દીઓને ફળ અને તેમને જરૂરી વસ્તુઓ પુરી પાડી શકીએ.
સમાજસેવાના કાર્યમાં આગળ વધી શકીએ.

જે મિત્રો મદદ કરશે તેમને આપણે 'વઢિયાર સાહિત્ય મંચ'ના લેટરપેડ પર આભારપત્ર પાઠવીશું.

જ્યારે કોરોનાના દર્દીઓને કોવિડ સેન્ટરમાં જઈ વિતરણ કરીશું, ત્યારે દાતાશ્રીઓનો ઉલ્લેખ કરીશું.

હિસાબો નિયમિત મુકાતા રહીશું
તમને સેવા કર્યાનો આનંદ મળશે.

મિત્રો આ એક તક છે. આપણે કંઈક કરવાની,
મારી પુરેપુરી તૈયારી છે.


તમે તમારૂં યોગદાન રૂ. 500 થી રૂ.1000
મારા ખાતામાં જમા કરાવી. તેની ફોટો કોપી નામ સાથે મને વોટ્સએપ પર મોકલી આપવી.

આ ફક્ત ફેસબુકના મિત્રો માટે છે.
તમે મારા ફેસબુકમાં મિત્ર હોય તો જ મદદ કરવી.

મારા એકાઉન્ટની વિગત

Bank details

RAGHUBHAI SHIVABHAI RABARI

Bank of Baroda

A/c: 01750100076282

Ifs code:
BARB0RADHAN(પાંચમો અંક શૂન્ય છે)

Branch: Radhanpur

આ ખાતામાં રૂપિયા જમા કરાવી શકશો.

મારો ફોન પે નં. 8780721796

મારો વોટ્સએપ નંબર 7046435543

નોંધ: જ્યારે જમા કરાવો ત્યારે સ્ક્રીન સોર્ટ મને મોકલાવો.

- સૌનો સેવાર્થી
રઘુ શિવાભાઈ મહામંત્રી વઢિયાર સાહિત્ય મંચ,
તા.રાધનપુર, જિ. પાટણ,

તમારા વિચારો આવકાર્ય.
પૈસા આપવાનું ભૂલતા નહીં.

જોઈએ ફેસબુકથી શું થાય છે.

આપણા બધા મિત્રોની સંખ્યા થાય છે. 5001

જય વઢિયાર.....જય ખોડિયાર
આવલ રકમ યાદી...

(1) 500 / રૂપિયા દિનેશભાઈ પઢેરિયા
(2) 1000 / રૂપિયા જીજ્ઞેશભાઈ ચૌહાણ
(3) 500 / રૂપિયા દશરથજી ચૌહાણ
(4) 500 / રૂપિયા ડૉ. નારાયણ પીઠવા
(5) 500 / રૂપિયા મનુભાઈ જોષી
(6) 2100 / રૂપિયા ડૉ.કિશોરભાઈ ઠક્કર
(7) 501 / રૂપિયા કલ્પેશ રામાનુજ

ત્રણ ત્રણ કુંવારી નદીઓને ખોળે રમતો ગુજરાતનો એક અનોખો પ્રદેશ એટલે વઢિયાર.વરસોથી એક ભવ્ય લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલો એક પ...
06/07/2019

ત્રણ ત્રણ કુંવારી નદીઓને ખોળે રમતો ગુજરાતનો એક અનોખો પ્રદેશ એટલે વઢિયાર.વરસોથી એક ભવ્ય લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલો એક પ્રદેશ એટલે વઢિયાર.મહાભારતકાલીન ધર્મારણ્યનું લોહેશ્વર,અણહિલપુર પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું વતન પંચાસર,ભક્તિનો ધૂધવતો મહાસાગર મા વરાણાની ખોડિયાર અને વીર વાછડાના શૌર્યને સાચવીને બેઠેલો રાધનપુરનો નવાબી વિસ્તાર એટલે વઢિયાર....
વઢિયારના ગામેગામ સચવાયેલા પાળીયાઓ,લોકગીતો, લોકકથાઓ અને લોકનૃત્યો....આ પણ વઢિયાર છે.
કવિ કાનથી માંડીને વઢિયારના ગામડે ખેતરમાં બળદનું પૂંછડું આમળતાં આમળતાં દોહા અને છંદ લલકારતો ખેડૂત પણ વઢિયાર છે.
અમાસની કાજળઘેરી રાતે અંધારાને ચીરીને કાન સુધી પહોંચતાં ભાવભર્યા ભજનો અને દશેરાના દિવસે ભજવાતી ભવાઈઓ. આ પણ વઢિયાર છે.
આ વઢિયાર પ્રદેશના કવિઓ,લેખકો, લોકસાહિત્યકારો અને સાહિત્યપ્રેમી સજ્જનોને એક જગ્યાએ લાવવાનો અમારો આ કાર્યક્રમ થકી નમ્ર પ્રયાસ છે.
અમારે ભેગા મળીને ફક્ત ઈતિહાસને ઉજાગર જ કરવો નથી....અમારે વઢિયારના ભવિષ્યની પણ શોધ કરવી છે.સાહિત્યને સમજવું છે અને અમારા સાહિત્યને એક નવી ઉંચાઈએ લઈ જવું છે.
અમારા વઢિયાર સાહિત્યમંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ વઢિયારપંથકના સાહિત્યકારો એક જગ્યાએ એકત્ર થાય અને સાહિત્યનું આદાનપ્રદાન કરે,એને સમજે,સાચવે અને એનું જતન કરે અને એને એક નવી ઉંચાઈએ લઈ જાય એ જ છે. - કિશોર ઠક્કર
"વેરાન બેઠી છું હું
બસ એક પેન લઈ ખેડીજા"
- રાઘવ વઢિયારી

06/11/2018

Celebrate the magic and joys of Diwali

06/10/2018

*સંપુર્ણ સપાખરુ*

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥

કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥

હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥

લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥

ધડકયા પાતાળ શેષ થડકી લાગીયા ધકા
મરડયા કોરંભ પીઠ ઉથડીકયા જોર
થડકીયા જે ટાણે છેડા દિગપાળ થયા ફાળે
ચડી ચકડાળે ઢાળ મેદની ચહુકાર… ॥૯॥

ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા
કૌરવા પાંડવા જુદ્ધ મચાયા કિસાણ
પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા ફેર પાછાં
ગર્યુવાળા ભુખ્યા હતા જાગીયા ગ્રીધાણ.. ॥૧૦॥

ઝરૂખે અટારી નારી ગોખલામાં લાગી જોવા
કંથા રહ્યા જીવતા કે હારી આવ્યા હામ
કુટે ભાખી ચૂડલાળી બોલે રોગી બાંગ કાળી
વિધવારી રૂવે હારી, એક ધારી વામ… ॥૧૧॥

લાંધણી ઘણા દિ’હતી લાગી ખાગ ભ્રખ લેવા
કુંવારી ઉતરી પરી, વરેવાને કંથ
રૂઢમાળા વાળા માથા શંકરે પરોવ્યા રોગા
ગણીયાણ કહેવા લાગ્યા જુદ્ધવાળા ગંથ… ॥૧૨॥

ધખ્યા કાઠીયારા જામ, ગામે ગામ દીધી ઢાળી
હાજા ખાળી બેઠા ભાળી, ફોજરા હે ઠાઠ
લખુદળા ભડાવાળા કરે નકો કોઈ લાળી,
પરજાળી દિયાટાળી, ગામડારા પાટ… ॥૧૩॥

ગંગાજારા પડેધારા રગતાળા મચે ગારા
અષાઢારા મેઘવારા તેગ ધારા એમ
ધધુળ્યા ફોજરા રામ
રીંછવાળા જેમ ધર્યા
ઝબકે વીજળી ખાગ વાદળામાં જેમ… ॥૧૪॥

વાળા નામ સાંભળેથી ગામડામાં ઢોલ વાગે
ફાળે લાગે નરાનારી,
પાડીયા વીફોમ
સૂવે નકો રાત બાધી બીબીજાયા કાદે સુખે
ઝાળા ફાળા તેને દખે
પોઢે નકો જોડ… ॥૧૫॥

થૂલ પૃથ્વી રે માથે શૂરા આવા નકે થયા
કીયા વેર હડાહડ તેગરા કામેવ
ગંઠીચોર થયા બિયા ગતા બોળ નામ ગયા
રીયા જુગો જુગ વાળા ગોલણરા રામેવ… ॥૧૬॥

*કવિ ગીગા બાપુ બારોટ*

Address

Kolapur
Radhanpur
385340

Alerts

Be the first to know and let us send you an email when Chanakya career academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share