17/02/2026
*સાણંદની આર બી પટેલ કોલેજ દ્વારા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.*
સાણંદની આર બી પટેલ કોલેજના NSS વિભાગ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કલ્યાણપુરા (સચાણા) ખાતે આવેલ રુક્ષ્મણી બેન વૃદ્ધાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 19 સ્વયંસેવકો તથા પ્રિન્સિપાલ સહિત પાંચ અધ્યાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમમાં રહી રહેલા વડીલો સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને તેમના જીવનના અનુભવો વિશે જાણકારી મેળવી. વડીલોએ પોતાના જીવનના સંઘર્ષ, સફળતાઓ અને સંસ્કારસભર અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. આ સંવાદ દ્વારા સ્વયંસેવકોને જીવનમૂલ્યો અને સંવેદનશીલતા વિશે પ્રેરણા મળી.
કાર્યક્રમ દરમિયાન વડીલો માટે કોલેજના અધ્યાપકોના સહયોગથી બપોરના ભોજનની તથા આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડીલોએ સ્વયંસેવકોને આશીર્વાદ આપ્યા અને આવી મુલાકાતથી ખુશી વ્યક્ત કરી.
આ સમગ્ર કાર્યક્રમથી સ્વયંસેવકોમાં માનવતા, સેવા અને સમાજ પ્રતિ જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી .સ્વયંસેવકોએ આનંદપૂર્વક પોતાનો દિવસ વિતાવ્યો અને આ અનુભવને યાદગાર ગણાવ્યો.