Shree Choksi Arts and Commerce College - Veraval

Shree Choksi Arts and Commerce College - Veraval The famous Somnath Trust of Shree Somnath Temple established Shree Somnath college in 1960 at Veraval
(1)

શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કૉમર્સ કૉલેજ વેરાવળ દ્વારા તા...
07/10/2026

શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલીત
શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કૉમર્સ કૉલેજ વેરાવળ દ્વારા તા. 06-10-2026 ના રોજ મધર ડેરી - જુનાગઢ યુનિટની ઔદ્યોગિક મુલાકાતનું આયોજન ચોક્સી કૉલેજમાં અભ્યાસ કરતાં આર્ટ્સ અને કૉમર્સના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું. આર્ટ્સ અને કૉમર્સના સેમ 1, 3, 5 અને 7 ના કુલ 50 બહેનો અને 44 ભાઈઓ એમ કુલ 94 વિદ્યાર્થીઓ સાથે 8 અધ્યાપકોએ પણ આ ડેરી યુનિટની મુલાકાત લીધી. સવારે 10:00 થી બપોરે 01:30 સુધી ચાલેલ આ મુલાકાત દરમિયાન મધર ડેરી જુનાગઢના સપોર્ટ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને દૂધ અને દૂધની પેદાશોની ઉત્પાદન પ્રક્રિયા, ચકાસણી, ગુણવત્તા નિયંત્રણ અને માર્કેટિંગ વિશેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું. મુલાકાત બાદ કૉલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોટેલમાં ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
આ ઔદ્યોગિક મુલાકાત દરેક વિદ્યાર્થી માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક યાદગીરી સાબિત થઈ જે અંતર્ગત વર્ગ ખંડ અને પુસ્તકનું જ્ઞાન તેમજ વ્યવહારુ દુનિયાના અનુભવોનું સંમિશ્રણ શીખવા મળ્યું.

આપણી શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ માટે અત્યંત *ગૌરવપૂર્ણ સમાચાર* શેર કરતા ખૂ...
07/10/2026

આપણી શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ માટે અત્યંત *ગૌરવપૂર્ણ સમાચાર* શેર કરતા ખૂબ જ આનંદ થાય છે.
​તા. 03/10/2026ના રોજ શ્રી મણીબેન કોટક મહાવિદ્યાલય ખાતે યોજાયેલ *ગીર સોમનાથ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં* આપણી કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે:

​🏆 *વિશેષ સિદ્ધિઓ:*
*​ગાયત્રીબેન પ્રકાશભાઈ કુહાડા(S.Y.B.Com.): સમગ્ર જિલ્લાની 92 કૃતિઓ વચ્ચે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે (પુરસ્કાર: ₹5,000 રોકડ અને ઘડિયાળ)ભારત સરકાર ના મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે*

*​દેવાંશી કનુભાઈ વિસાવાડિયા (F.Y.B.A.): જિલ્લાના ટોપ-10 વિજેતાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું.*

*ચોક્સી કોલેજ વેરાવળમાં સાયબર સિક્યુરિટી જાગૃતિ અને સામાન્ય જ્ઞાન પર ક્વિઝ સ્પર્ધા સંપન્ન**વેરાવળ, તા. 1 ઓક્ટોબર 2026:* ...
02/10/2026

*ચોક્સી કોલેજ વેરાવળમાં સાયબર સિક્યુરિટી જાગૃતિ અને સામાન્ય જ્ઞાન પર ક્વિઝ સ્પર્ધા સંપન્ન*

*વેરાવળ, તા. 1 ઓક્ટોબર 2026:* શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે CAWACH - સાયબર સિક્યુરિટી સેલ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી જાગૃતિ અને સામાન્ય જ્ઞાન પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ 5 ટીમોમાં 3 વિદ્યાર્થી પ્રમાણે કુલ 15 વિદ્યાર્થીઓએ સક્રિય સ્પર્ધકો તરીકે ભાગ લીધો હતો. 100 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રેક્ષક તરીકે ક્વિઝનો આનંદ માણ્યો હતો અને પોલ દ્વારા જવાબ આપી સ્પર્ધાને ઇન્ટરેક્ટિવ બનાવી હતી.

ક્વિઝ સ્પર્ધા 4 રાઉન્ડમાં યોજાઈ હતી - 10, 20, 30 પ્રશ્નો અને અંતે બઝર રાઉન્ડ નોક-આઉટ સ્ટાઇલમાં લેવામાં આવ્યો હતો. પ્રશ્નો સાયબર સિક્યુરિટી જાગૃતિ, NSS, સામાન્ય જ્ઞાન, રિઝનિંગ, કમ્પ્યુટર આધારિત જ્ઞાન અને વિષય આધારિત જ્ઞાન પર આધારિત હતા.

*વિજેતા ટીમ:*
1. રાયઠ્ઠા જગદીશ
2. ગોહીલ મહેશ્વરી
3. જુંગી ભાવેશ

*રનર-અપ ટીમ:*
1. ચાવડા પ્રિયાંશી
2. ચુડાસમા ચિંતન
3. પરમાર દેવાંગ

વિજેતા ટીમ અને રનર-અપ ટીમને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયબર સિક્યુરિટી સેલના કોર્ડીનેટર *ડૉ. નરેશ એ. પરમાર* અને NSS કોર્ડીનેટર *ડૉ. રાજેન્દ્ર પાટોલિયા* દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચન *ડૉ. એન. એલ. જોશી સર* દ્વારા આપવામાં આવ્યું હતું. જજ તરીકે *ડૉ. જિનાલી દેસાઈ* એ ભૂમિકા ભજવી હતી અને ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે *પ્રો. ધવલ દાવડા* એ સેવા આપી હતી. *ડૉ. એ. એમ. ચોચા સર* ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સમગ્ર કાર્યક્રમ આચાર્ય *ડૉ. જીગર રાવલ સર* ના સહયોગ, આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

વેરાવળની ચોક્સી કોલેજ ખાતે તાલુકાકક્ષાના વનમહોત્સવની ઉજવણી થઈ----------------વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંવર્ધ...
02/10/2026

વેરાવળની ચોક્સી કોલેજ ખાતે તાલુકાકક્ષાના વનમહોત્સવની ઉજવણી થઈ
----------------
વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થયા
----------------
પ્રકૃતિ અને સંસ્કૃતિ એ માનવજીવનના અભિન્ન અંગ છે. વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની સમજ વિકસે એવા હેતુસર વેરાવળની ચોક્સી કોલેજ ખાતે તાલુકાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સીટી મામલતદાર શ્રી એચ.એમ.બારૈયાએ જણાવ્યું હતું કે, કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વનવિભાગ દ્વારા નાગરિકોને રોપા વિતરણ કરી અને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

મામલતદારશ્રીએ નેપાળ આપદાનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, પર્યાવરણના પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી મુશ્કેલીઓનો મનુષ્ય સામનો કરી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અન્ય મુશ્કેલીઓ સર્જાય છે. જેથી માનવજીવન ખતરામાં મૂકાય છે. આ તમામ મુશ્કેલીઓનું નિવારણ પ્રકૃતિનું જતન જ છે. જેથી સાથે મળી પ્રકૃતિનું જતન કરવું જરૂરી છે.

કૉલેજના આચાર્ય શ્રી ડો જીગર રાવલે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન પ્રાથમિક શિક્ષણથી જ શીખવવામાં આવે છે. ભારતીય ઋષિ પરંપરામાં અપાતા શિક્ષણમાં પણ પ્રકૃતિનું સંવર્ધન વણી લેવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં વડ, પીપળો અને તુલસી જેવા વૃક્ષ-છોડની પણ પૂજા કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેમ આપણે પ્રકૃતિના ખોળે ફરવા જઈએ અને તસવીરો અચૂક લઈએ છીએ તેમ જ પ્રકૃતિના જતનમાં પણ ફાળો આપવો જોઈએ. વૃક્ષારોપણ એ ધરતીનું ઋણ ચૂકવવાની તક છે. જેમ-જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ-તેમ પ્રકૃતિનું જતન પણ વધારવું જોઈએ.

આમ કહી તેમણે વિદ્યાર્થીઓને જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવા અને 'પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ' બનાવવા અપીલ કરી હતી.

સામાજીક વનીકરણ રેન્જ પ્રભાસપાટણના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સદાશિવ પંડ્યા સહિત વનવિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે શપથ લઈ અને વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થયા હતાં.

“સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત ચોક્સી કોલેજના NSS વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીવેરાવળ, તા. 17/09/2026:ભારત ...
18/09/2026

“સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત ચોક્સી કોલેજના NSS વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી
વેરાવળ, તા. 17/09/2026:
ભારત સરકારના “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” (Swachh Sagar, Suraksh*t Sagar) અભિયાન અંતર્ગત સોમનાથ બીચ ખાતે આયોજિત સ્વચ્છતા અને દરિયાઈ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળના NSSના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને સક્રિય ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરિયાકિનારાની સ્વચ્છતા જાળવવા, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ કરવા તેમજ લોકોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરાના યોગ્ય નિકાલ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. NSSના વિદ્યાર્થીઓએ સોમનાથ બીચ ખાતે સ્વચ્છતા પ્રવૃત્તિમાં જોડાઈ દરિયાકિનારેથી વિવિધ પ્રકારનો કચરો એકત્રિત કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમનું કોર્ડિનેશન Indian National Centre for Ocean Information Services (INCOIS), Hyderabad દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ICGS Veraval તથા ICAR–VRC of Central Institute of Fisheries Technology, Veraval, Gujarat દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના NSS વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી બદલ કોલેજના આચાર્યશ્રી ડો. જીગર રાવલના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડો. રાજેન્દ્ર પટોળીયા તથા પૂર્વ NSS પ્રોગ્રામ ઓફિસર ડો. એ. એમ. ચોચા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કોલેજના NSS સ્વયંસેવકોએ “સ્વચ્છ બીચ – સ્વસ્થ સાગર – સુરક્ષિત ભવિષ્ય”નો સંદેશ આપતાં દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.

તા. 12 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી. એલ. ચોકસી કૉમર્સ કૉલેજમાં પ્લેસમેન્ટ સેલ, શિક્ષણ...
13/09/2026

તા. 12 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી. એલ. ચોકસી કૉમર્સ કૉલેજમાં પ્લેસમેન્ટ સેલ, શિક્ષણ વિભાગ, ગુજરાત હેઠળ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કુલ 10 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા અને 80 જેટલા રોજગાર વાંછુક વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ કેમ્પમાં હાજરી આપી અને ઇન્ટરવ્યુ આપ્યા.

આ પ્લેસમેન્ટ કેમ્પમાં મુખ્યત્વે વેરાવળ મર્કેન્ટાઈલ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્યુરન્સ, લેમન ટ્રી હોટેલ્સ, એમઆરએફ ટાયર્સ, પરફેક્ટ ઑટો, ત્રિમૂર્તિ ઑટો, નોબલ કમ્પ્યુટર્સ, જે.કે.શાહ સી.એ. ક્લાસીસ, શિવાજી ઇન્વેસ્ટમેન્ટ જેવા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન સંયોજક પ્રા. ડૉ. નીતિન સુબા દ્વારા આચાર્ય શ્રી ડૉ. જીગર રાવલના માર્ગદર્શન અનુસાર કર્યું.

03/09/2026

🧹🌿 સ્વચ્છતા અભિયાન 🌿🧹

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા કોલેજ પરિસરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં NSS Coordinator ડૉ. રાજેન્દ્ર પાટોલિયા સરના માર્ગદર્શન હેઠળ NSS Volunteers દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. સ્વયંસેવકોએ કોલેજ પરિસરની સ્વચ્છતા, સફાઈ અને સુંદરતા જાળવવા માટે શ્રમદાન કરી ઉત્તમ કામગીરી કરી હતી.

સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને “સ્વચ્છ પરિસર – સ્વસ્થ જીવન”નો સંદેશ સમાજ સુધી પહોંચાડવાના આ પ્રયાસમાં NSS ટીમની કામગીરી ખરેખર પ્રશંસનીય રહી.

👏 ડૉ. રાજેન્દ્ર પાટોલિયા સર તથા તમામ NSS Volunteersને તેમની સરાહનીય કામગીરી બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.

🌱 સ્વચ્છતા એ સેવા છે, સ્વચ્છતા એ જવાબદારી છે. 🌱

🇮🇳 ગૌરવની ક્ષણ – ચોક્સી કોલેજ, વેરાવળ 🇮🇳ગીર સોમનાથ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કા...
02/09/2026

🇮🇳 ગૌરવની ક્ષણ – ચોક્સી કોલેજ, વેરાવળ 🇮🇳
ગીર સોમનાથ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચોક્સી કોલેજ, વેરાવળની વિદ્યાર્થીનીઓએ કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું.
વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ અને શૌર્યની ભાવનાને ઉજાગર કરતી “ઓપરેશન સિંદૂર” કૃતિ પર સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું. 🇮🇳✨
આ ઉત્કૃષ્ટ કૃતિને ₹૫,૦૦૦ અને ₹૫૦૦નું ઇનામ પ્રાપ્ત થયું, જે સમગ્ર ચોક્સી કોલેજ પરિવાર માટે અત્યંત ગૌરવની વાત છે. 🏆👏. 🙏
વિદ્યાર્થીનીઓની મહેનત, પ્રતિભા અને દેશભક્તિની ભાવનાને ખૂબ ખૂબ અભિનંદન. 💐
ચોક્સી કોલેજ, વેરાવળ પરિવારને ગૌરવ અપાવનાર તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક શુભેચ્છાઓ! 🇮🇳❤️

Address

R. B. Road Opp. Somnath Sanskrit University
Somnath
362265

Opening Hours

Monday 8am - 1pm
Tuesday 8am - 1pm
Wednesday 8am - 1pm
Thursday 8am - 1pm
Friday 8am - 1pm
Saturday 8am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Choksi Arts and Commerce College - Veraval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share