Samarpan Techno School

Samarpan Techno School શિક્ષણ જીવનલક્ષી હોવું જોઈએ, નહી કે માત્ર માર્કસ લક્ષી An educational institute named 'Parth Classes' was started in the year 1999.

Do for spreading education in surrounding area. Then after in the year 2008 another educational institute named 'Parth Knowledge Institute' began with lots of technology for spreading education along the undeveloped ruler punagam area. The purpose was to lead the students toward 21st century by using modern technology, so we received the fruitful achievements. In the year 2012, a leading education

al institute was established again which becomes the leading most prominent institute all over gujarat. We ourselves lead the team and the institute for year. This institute also put us on the first in helps us by building our own self confidence. Due to certain reason, we had to leave it. At the some time, we firmly decided to do something new and unique. In the year 2013, we decided to develop an unique, technology oriented, school in backward area like punagam to spread education among those students who has less touch of technology. We named it 'Samarpan Techno School'.

શાળા દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું જેમાં નારગોલ,કબડ્ડી, ક્રિકેટ, દોરડા ખેંચ, વિવિધ દોડ, લીંબુ ચમચી, સિક્કા શોધ જેવ...
24/12/2025

શાળા દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું જેમાં નારગોલ,કબડ્ડી, ક્રિકેટ, દોરડા ખેંચ, વિવિધ દોડ, લીંબુ ચમચી, સિક્કા શોધ જેવું અનેક રમતો દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય તરફ વિશેષ ધ્યાન રહે તે માટે પ્રયત્નો કરી હરીફાઈ ના બદલે સ્વાસ્થ્ય માટે રમતો રમે તેવો પ્રયાસ કર્યો

શાળામાંથી રાજસ્થાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળો અને સ્મારકો ની મુલાકાત લીધી તેમજ તેમ...
24/12/2025

શાળામાંથી રાજસ્થાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળો અને સ્મારકો ની મુલાકાત લીધી તેમજ તેમનો ઈતિહાસ જાણ્યો

પોતાની ઓળખ બને એ ઈચ્છા કુદરતી છે જ પરંતુ સંસારમાં મોટાભાગે જે રીતે ઓળખ બનતી હોય એ પ્રચલિત રીતો હવે કોઈ અજાણી નથી. જેમકે ...
15/11/2025

પોતાની ઓળખ બને એ ઈચ્છા કુદરતી છે જ પરંતુ સંસારમાં મોટાભાગે જે રીતે ઓળખ બનતી હોય એ પ્રચલિત રીતો હવે કોઈ અજાણી નથી. જેમકે ડિગ્રી, ઉદ્યોગ ઉભો કરવો, પદ પ્રાપ્ત કરવું, શોધ કરવી, શોખ આધારિત ઓળખ વગેરે બનાવી ચૂકેલા વ્યક્તિઓને વ્યક્તિગત રીતે પૂછીએ કે જે ઓળખ બની એનાથી તૃપ્ત છો? તો જવાબ કોઈના માટે અજાણ્યો નથી. જે વ્યક્તિ જ્યાં છે ત્યાં હજુ તૃપ્ત નથી કેમકે ઓળખ બનાવવાનો તો કદાચ મુદ્દો જ નથી એટલે કાંઈ પણ બની જાઓ તો પણ અધુરા જ હોવાનું ફીલ થતું રહે છે બધાને. આનું કારણ એ હોઈ શકે કે ઓળખ બનાવવાની નથી પરંતું સ્વયંને ઓળખવાની દિશા આવશ્યક છે એટલે કે કુદરતી રીતે જ મારું પ્રગટન છે તો હું છું શું એ સમજવાનું કામ જ પ્રથમ હવે આવશ્યક બનશે એ દિશામ વિદ્યાર્થીઓ સાથે ગૃપ ચર્ચા યોજી, આગળના સત્રમાં આના પર વધુ સંવાદ આગળ વધશે. સૌનો આભાર

સોને પાર્થ-સમર્પણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
19/10/2025

સોને પાર્થ-સમર્પણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ

19/10/2025
આજે વ્યસનના મુદ્દા પર ગોષ્ઠિ થઈ જેમા સુરતના નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક અધિકારીઓ અને એમની ટીમ તેમજ વિદ્યાર્થીઓ વચ્...
03/10/2025

આજે વ્યસનના મુદ્દા પર ગોષ્ઠિ થઈ જેમા સુરતના નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક અધિકારીઓ અને એમની ટીમ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ સાથે વક્તવ્ય તેમજ ત્રણ બહેનોએ વકતૃત્વ પણ આપ્યું. માનવને મજા વગર ન ચાલે પરંતુ જો એમને ઈન્દ્રીયો કરતાં વધું મજા મેળવવાનું આવડી જાય તો એ વ્યસન તરફ ન જાય એના નિષ્કર્ષ પર અમે પહોંચ્યા. આવી મજા એમની પાસે તમામ સમસ્યાઓ કે આ બ્રહ્માંડના તમામ સવાલોના જવાબ આપતો રસ્તો પૂરો પાડે તો માનવની મૂળ ભૂખ જ્ઞાનની છે અને એ નિરંતર એમને ખુશી આપે જ. તો શિક્ષણ માત્ર જડ તત્વો કે જડ વાસ્તવિકતાઓની સાથે આ જગતની સૂક્ષ્મ વાસ્તવિકતાને એડ્રેસ કરશે એટલે વ્યસનની સંભાવનાઓ શૂન્ય તરફની રહેશે. આ વાત કદાચ તમને ગળે ન ઉતરે તો સમજવું કે હજુ ખુબ ખેડાણની આવશ્યકતા છે

ગણિત-વિજ્ઞાન મેળામાં સમર્પણ ટેક્નો સ્કૂલનાં બાળકો
23/09/2025

ગણિત-વિજ્ઞાન મેળામાં સમર્પણ ટેક્નો સ્કૂલનાં બાળકો

શૈક્ષણિક ફિલ્મ, મનોરંજનની પળો
20/09/2025

શૈક્ષણિક ફિલ્મ, મનોરંજનની પળો

Happy teachers day
12/09/2025

Happy teachers day

ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ સાથે મુક્ત પ્રશ્નોત્તરી અને સંવાદ થયો સિલેબસની બહારના સવાલો, જીંદગીના ગહન ગણાતા સવાલોથી બાળકો ભરેલ...
10/09/2025

ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ સાથે મુક્ત પ્રશ્નોત્તરી અને સંવાદ થયો સિલેબસની બહારના સવાલો, જીંદગીના ગહન ગણાતા સવાલોથી બાળકો ભરેલા છે, આ સિલેબસ બાળકોની અપેક્ષા છે એ સવાલોના જવાબ નથી આપી શકતો એટલે ભણતર ઘણીવાર નકામુ કે બોઝરૂપ કે અધુરુ લાગે એવું ગણી શકાય. માનવ પરિમાર્જિત એટલે કે આ પેઢી અપડેટ આવે છે અને સિલેબસ એ જ સાઈનઠીટા પાયથાગોરસ, હુમાયુ-અકબર અને શબરીના બોર વગેરે વાળો. હવે લાંબો સમય નથી કે આવનારી પેઢી આ એજ્યુકેશન સિસ્ટમને વધુ વેઠે કે વેંડારે, જે આવશ્યક છે એ રાખી જે ઘટે છે એ ઉમેરવા તરફ સમાજે ચિંતન કરવાની જરૂર છે, આપણા બાળકોને કેવું એજ્યુકેશન આપવું એ સરકારની નહીં સમાજની જવાબદારી છે કેમકે સમાજોથી સરકાર બને છે સરકારથી સમાજ ન બને એટલે સિધી જવાબદારી સમાજની જ આવે. સમાજ પોતાની માંગ મુકે તો સરકાર એ માંગ તરફ ધ્યાન દેય પરંતુ સમાજ(લોક સમુદાય)ને એ તો ખબર હોવી જોઈએને કે બાળકોની આવશ્યકતા શું છે. ચિંતન કરવું આવશ્યક છે બસ…

Address

Vikram Nagar 4 Surat
Surat
395006

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 8am - 11am

Telephone

+917698881444

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Techno School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share