Sheth C.D.Barfiwala College of Commerce

Directions Website

Sheth C.D.Barfiwala College of Commerce To have transformational impact on students through comprehensive education by inculcating qualities of competence, confidence & excellence.

*🏑 મેજર ધ્યાનચંદ જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિ...
31/08/2026

*🏑 મેજર ધ્યાનચંદ જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ ખેલસ્પર્ધાઓનું આયોજન 🏃‍♂️કરવામાં આવ્યું હતું*
- યુનિવર્સિટી ખાતે નીચે મુજબની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
1.) 100 મી. દોડ
2.) લોંગ જમ્પ
3.) 29 ફિટનેસ ચેલેન્જ ( 29 times Burpee Broad Jump )
4.) ચેસ

- જેમાં આપણી કોલેજમાં 4th year honours માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બિકાશ ભૂહયામ એ *ચેસ ♟️ સ્પર્ધામાં ભાગ લીધો* હતો. ચેસ સ્પર્ધામાં કુલ ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં *બિકાશ એ પ્રથમ 🥇 ક્રમ* મેળવી યુનિવર્સિટીના કુલપતિ ડૉ કિશોરસિંહ એન. ચાવડાના હસ્તક પારિતોષિક મેળવી આપણી કોલેજનું નામ રોશન કર્યું છે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. દ્વારા તારીખ 13 - 8 - 2026 ના રોજ 6:30 કલાકે TIRANGA Concert અંગેનો કાર્યક્રમ...
23/08/2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. દ્વારા તારીખ 13 - 8 - 2026 ના રોજ 6:30 કલાકે TIRANGA Concert અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ સી. ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સના 37 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત ગાયક કલાકાર શ્રી ભાવિન શાસ્ત્રી દ્વારા દેશભક્તિ ને લગતા સુર આપવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકો દેશભક્તિમાં લીન થયા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં રાજનૈતિક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
TIRANGA Concertમાં વિદ્યાર્થીઓને મોકલવા અંગેની કામગીરી કોલેજના આચાર્યશ્રી ડૉ . હિના એસ. ઓઝા મેડમના માર્ગદર્શન હેઠળ NSS ઓફિસર્સ ડૉ.કુણાલ પી રાજપુત અને ડૉ.અસ્મિતા વી. પાનસુરીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

15 મી ઓગસ્ટ 2026 ના રોજ સુરત શહેરના ચોક બજાર સ્થિત કિલ્લા પર સ્વાતંત્રતા ઉજવણી અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ...
21/08/2026

15 મી ઓગસ્ટ 2026 ના રોજ સુરત શહેરના ચોક બજાર સ્થિત કિલ્લા પર સ્વાતંત્રતા ઉજવણી અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે 8:00કલાકે ધ્વજવંદન બાદ સમગ્ર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનએસએસ માં સારી કામગીરી કરવા બદલ સર્ટીફીકેટ આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત શહેર ઉમિયાધામ ખાતે અગાઉ યોજાયેલ યુવા આપદા મિત્ર શિબિર માં શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સના 10 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને બેસ્ટ કામગીરી બદલ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો. તો તે અંતર્ગત કોલેજના બે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેનું આમંત્રણ મળ્યું હતું, જે અંતર્ગત અમારી કોલેજના એનએસએસ સ્વયંસેવકમાં દીક્ષિત મોહક લીલાધરભાઇ અને ડોડીયા આસ્થા નરેશભાઈને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. જે કોલેજ માટે ખૂબ જ ગૌરવની લાગણી કહી શકાય. તેથી કોલેજ પરિવાર બંને વિદ્યાર્થીઓને અને યુવા આપદામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવે છે.
પ્રસ્તુત કાર્યક્રમમાં 8:30 થી 9:30 દરમિયાન ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ટેરેસ પર વિવિધ છોડ કેવી રીતે ઉગાડી શકાય તેનું પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડ્યું હતુ. ત્યારબાદ 9:30 પછી સન્માન સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સુરતના ડિવિઝનલ ઓફિસર, ચીફ ડેપ્યુટી ઓફિસર, સુરત શહેરના મેયર શ્રી તેમજ અન્ય ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના મેયર શ્રી Mayaben Dharmendrabhai Mavani અને Chief fire officer Basant Parekh સાહેબ દ્વારા અમારી કોલેજના બે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મોકલવા અંગેની કામગીરી કોલેજના આચાર્યશ્રી ડૉ . હિના એસ. ઓઝા મેડમના માર્ગદર્શન હેઠળ NSS ઓફિસર્સ ડૉ.કુણાલ પી રાજપુત અને ડૉ.અસ્મિતા વી. પાનસુરીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

*શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સમાં માં સ્વતંત્રતા દિવસની ઉજવણી*શેઠ સી.ડી બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ  ખાતે તારીખ ૧૫/૦૮...
19/08/2026

*શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સમાં માં સ્વતંત્રતા દિવસની ઉજવણી*

શેઠ સી.ડી બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ ખાતે તારીખ ૧૫/૦૮/૨૬ ના રોજ વહેલી સવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી બ્રાઇટલેન્ડ સ્કૂલ અને મહિધરપુરા હાઈસ્કૂલ તેમજ શેઠ સી.ડી બરફીવાલા કોલેજ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ગાવાથી કરવામાં આવી હતી. શરૂઆતમાં ધ્વજ વંદન કરી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું . આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિનેશભાઈ પ્રસાદે હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તેઓશ્રી બ્રાઈટલેન્ડ સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમજ શાળાના વાલીમંડળ ના પ્રમુખ છે જેઓ ૨૮ વરસ થી સંસ્થા સાથે જોડાયેલા છે.ત્યારબાદ બ્રાઇટ લેન્ડ સ્કુલના નાના નાના ભૂલકાઓએ પરેડ દ્વારા ઉજવણીમાં અનેરો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદના કાર્યક્રમમાં અમારા જ ટ્રસ્ટની બીજી શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ નૃત્ય દ્વારા કાર્યક્રમમાં નૃત્યરૂપી એક નવો જ રંગ ઉમેર્યો હતો. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજ ના આચાર્ય ડૉ. હિના એસ. ઓઝા મેડમ તેમજ બંને શાળાના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજર રહી આજના દિવસને ખાસ બનાવ્યો હતો.
આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ .હીના એસ. ઓઝા મેડમ ના માર્ગદર્શન હેઠળ બંને શાળાના પ્રિન્સિપાલ અને એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. કૃણાલ પી. રાજપુત અને ડૉ. અસ્મિતા વી. પાનસુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

*♟️આંતર વર્ગીય ચેસ સ્પર્ધા ♟️*               આંતર વર્ગીય ચેસ સ્પર્ધાનું આયોજન શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સમાં તાર...
11/08/2026

*♟️આંતર વર્ગીય ચેસ સ્પર્ધા ♟️*
આંતર વર્ગીય ચેસ સ્પર્ધાનું આયોજન શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સમાં તારીખ: ૦૭/૦૮/૨૦૨૬,ને શુક્રવારના રોજ કરવાના આવ્યું હતું.
- કોલેજના જુદા જુદા વર્ગોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
- ⁠સ્પર્ધામાં કુલ ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૨૫ છોકરાઓ અને ૨ છોકરીઓનો સમાવેશ હતો.
- આ સ્પર્ધાના આધારે કોલેજ ટીમની પસંદગી પણ કરવાની હતી. જે અંતર્ગત સેમીફાઈનલમાં પહોંચેલા ચાર ખેલાડીઓને આગામી આંતર કોલેજ સ્પર્ધામાં કોલેજનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.
- ⁠સમગ્ર સ્પર્ધા ખૂબ જ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ખેલદિલીભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. અંતે કોલેજના આચાર્યશ્રીએ વિજેતા અને સિલેક્ટ થયેલા ખેલાડીઓને આંતર કોલેજ સ્પર્ધામાં સારો દેખાવ કરવા માટે આશીર્વચન પાઠવ્યા હતા.

શેઠ સી. ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તારીખ 5/8/2026 ના રોજ  સવારે  10:00 કલાકે NSS અંતર્ગત  NSS Orientation...
07/08/2026

શેઠ સી. ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તારીખ 5/8/2026 ના રોજ સવારે 10:00 કલાકે NSS અંતર્ગત NSS Orientation programનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના સેન્ટ્રલ હોલમા 200 કરતા પણ વધુ વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ દ્વારા એનએસએસ ગીત ગાયને સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ સાથે નવા જોડાનાર એફ.વાય. બી.કોમના વિદ્યાર્થીઓને પણ એનએસએસ નું ગીત ગાવામાંમાં સાથે જોડયા હતા.
પ્રસ્તુત પ્રોગ્રામમાં NSS શું છે? અને શા માટે જરૂરી છે તેમજ NSS અંતર્ગત કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. NSS અંતર્ગત દર વર્ષે યોજાનાર વાર્ષિક શ્રમ શિબિરને લગતી વિવિધ બાબતો અંગે ભૂતપૂર્વ NSS ઓફિસર્સ પ્રા.રાજશ્રીબેન સિંગણપોરિયા અને ડૉ. દિપાલી એ. ઘેલોત મેડમે ઊંડાણ પૂર્વકનું જ્ઞાન આપ્યું હતું. ત્યારબાદ કોલેજના એન એસ એસ ના 4 વોલીયન્ટર્સ દ્વારા પોતાના અનુભવો વર્ણવવામાં આવ્યા હતા તેમજ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. અસ્મિતા વી. પાનસુરીયા અને ડૉ. કૃણાલ પી રાજપુત દ્વારા વર્ષ 2026 -27 માં એન.એસ.એસ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તે અંગે ચર્ચા હાથ ધરી હતી.
પ્રસ્તુત પ્રોગ્રામમાં વર્ષ 2025-26માં કરવામાં આવેલી એન એસ એસ અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓમાં બેસ્ટ કામગીરી કરવા બદલ કોલેજ દ્વારા 10 વિદ્યાર્થીઓને મેરીટ સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વાર્ષિક શ્રમ શિબિરમાં જોડાયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પ્રસ્તુત પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને MY BHARAT પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને ફરજિયાત પણે રજીસ્ટ્રેશન કરવા પર ભાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ . હિના એસ ઓઝા મેડમના માર્ગદર્શન હેઠળ NSS ઓફિસર્સ ડો.અસ્મિતા પાનસુરીયા અને ડો. કુણાલ રાજપુત દ્વારા કરવામાં આવ્યું હતું.

Address

Sahyog Society, Sumul Dairy Road, Surat.
Surat
395008

Opening Hours

Monday 7:30am - 2pm
Tuesday 7:30am - 2pm
Wednesday 7:30am - 2pm
Thursday 7:30am - 2pm
Friday 7:30am - 2pm
Saturday 7:30am - 2pm

Alerts

Be the first to know and let us send you an email when Sheth C.D.Barfiwala College of Commerce posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share