ITI Tharad

ITI Tharad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITI Tharad, College & University, Near Helipad, Tharad.

આઈટીઆઈ થરાદ ખાતે આવતીકાલે તારીખ 9 ઓક્ટોબર 2025 ના રોજ મારુતિ સુઝુકી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ ભરતી મેળ...
08/10/2025

આઈટીઆઈ થરાદ ખાતે આવતીકાલે તારીખ 9 ઓક્ટોબર 2025 ના રોજ મારુતિ સુઝુકી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ ભરતી મેળામાં અન્ય ટ્રેડની સાથે સાથે નોન ટેકનિકલ ટ્રેડ જેવા કે કોપા ના તાલીમાર્થીઓ પણ ભાગ લઈ શકશે તેથી મહત્તમ વિદ્યાર્થીઓએ આનો લાભ લઇ ભરતી મેળામાં હાજર રહી પોતાની નોકરી સુનિશ્ચિત કરવી.

24/09/2025

પ્રવેશ સૂચના – 2025

આઈ ટી આઈ થરાદ માં ફિટર અને વેલ્ડર ટ્રેડમાં ખાલી બેઠકો ઉપલબ્ધ છે.

📢 શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નીચે મુજબની ટ્રેડમાં મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે:

ફિટર ટ્રેડ – લાયકાત: 10 પાસ
વેલ્ડર ટ્રેડ – લાયકાત: 8 પાસ

🎯 પ્રવેશના મુખ્ય લાભો

સરકાર માન્યતા પ્રાપ્ત NCVT / SCVT પ્રમાણપત્ર
આધુનિક સાધનો સાથે ઉદ્યોગ-કેન્દ્રિત તાલીમ
અનુભવી ટ્રેનર્સ અને પ્રાયોગિક અભ્યાસ
રોજગારની ઉત્તમ તકો – દેશમાં તથા વિદેશમાં

⚡ પ્રવેશ વિગત

પ્રવેશ First Come, First Serve ધોરણે આપવામાં આવશે
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે

10/09/2025
હેલ્લો મિત્રો!ઔદ્યોગિક તાલીમ સંસ્થા, થરાદ (ITI Tharad) માં ઓગસ્ટ 2025 માટે પ્રવેશ ચાલુ છે!ઉપલબ્ધ ટ્રેડ્સ:✓ ફીટર (2 વર્ષ,...
13/05/2025

હેલ્લો મિત્રો!
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, થરાદ (ITI Tharad) માં ઓગસ્ટ 2025 માટે પ્રવેશ ચાલુ છે!

ઉપલબ્ધ ટ્રેડ્સ:

✓ ફીટર (2 વર્ષ, ધોરણ 10 પાસ)
✓ ઇલેક્ટ્રીશિયન (2 વર્ષ, ધોરણ 10 પાસ)
✓ કોંપ્યુટર ઓપરેટર (COPA) (1 વર્ષ, ધોરણ 10 પાસ)
✓ સોલાર ટેક્નિશિયન (1 વર્ષ, ધોરણ 10 પાસ)
✓ વેલ્ડર, (1 વર્ષ, ધોરણ 8 પાસ)
✓ સુઇંગ ટેક્નોલોજી (1 વર્ષ, ધોરણ 8 પાસ)

વિશેષતાઓ:

સ્ટાઇપેન્ડ, ટેબલેટ, સાઇકલ, બેંક લોન અને એસ.ટી.પાસ જેવી સરકારી યોજનાઓનો લાભ

આધુનિક ઇમારત અને શ્રેષ્ઠ ટ્રેનિંગ સુવિધાઓ

પ્રવેશ ફી મા છૂટછાટ (SC/ST/બહેનો માટે મુક્ત)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/06/2025
ઓનલાઈન એડમિશન લિંક: https://itiadmission.gujarat.gov.in

વધુ માહિતી માટે મુલાકાત લો: https://ititharad.gujarat.gov.in

તમારું ભવિષ્ય ઘડાવા આજે જ જોડાઓ ITI થરાદ સાથે!

13/05/2025

અગત્યની નોંધ વિદ્યાર્થીઓ માટે – નોકરીની તક

વિદ્યાર્થી મિત્રો,

Voltas Beko કંપનીમાં ITI અને ડિપ્લોમા ઉમેદવારો માટે ખૂબ જ સારો મોકો ઉપલબ્ધ થયો છે. આ ભરતી NAPS (National Apprenticeship Promotion Scheme) હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને સારી તાલીમ અને પ્રયોગાત્મક અનુભવ મળે છે.

જરૂરી લાયકાતો:

ફિટર / વેલ્ડર
COE - Industrial Electronics & Instrumentation
COE - Electrical – BBBT
COE - Instrument Mechanic
COE - Instrumentation – BBBT
COE - Production and Manufacturing – BBBT
Electronics Mechanic
તથા અન્ય સંબંધિત ટ્રેડ

સ્થળ: સાનંદ, ગુજરાત.

સ્ટાઇપેન્ડ: રૂ. 14,000 (8 કલાકના કામ માટે) + ઓવરટાઇમ
(ઓવરટાઇમ સાથે કુલ પગાર રૂ. 20,000 થી 22,000 સુધી)

સુવિધાઓ: મફત ટ્રાન્સપોર્ટ અને ખોરાક

ભરતી પ્રક્રિયા:
વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુ (બેઝિક અને ટેક્નિકલ પ્રશ્નોનો સમાવેશ થશે)

નોંધ: KT (Keep Term) અથવા બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓ લાયક નથી.

આ એક ઉત્તમ તક છે જ્યાં તમે કૌશલ્યનો વિકાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો.

વિશેષ નોંધ:
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 20/05/2025 પહેલા ITI થરાદના કોઈપણ સ્ટાફ સભ્યનો સંપર્ક કરવો.

આ તકનો લાભ લો અને તમારા ભવિષ્યને નવી દિશા આપો!

આજરોજ આઇ. ટી. આઇ. થરાદના જુદા જુદા ટ્રેડના કુલ 175 તાલીમાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ બનાસ ડેરી પાલનપુર તથા બનાસ કેટલ ફીડ પ્લ...
25/02/2025

આજરોજ આઇ. ટી. આઇ. થરાદના જુદા જુદા ટ્રેડના કુલ 175 તાલીમાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ બનાસ ડેરી પાલનપુર તથા બનાસ કેટલ ફીડ પ્લાન્ટ કતરવા ની મુલાકાત લીધી તથા જુદી જુદી મશીનરી તથા પ્રોસેસ વિશે વિસ્તૃત માહિતી મેળવી.

આઈ ટી આઈ થરાદ ખાતે આજે થરાદ ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી વિશેની માહિતી આપવામાં આવી..
06/09/2024

આઈ ટી આઈ થરાદ ખાતે આજે થરાદ ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી વિશેની માહિતી આપવામાં આવી..

આઈટીઆઈ થરાદ ખાતે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 સેવા તથા સ્વાસ્થ્ય અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી.
04/09/2024

આઈટીઆઈ થરાદ ખાતે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 સેવા તથા સ્વાસ્થ્ય અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી.

New students Orientation Program.
02/09/2024

New students Orientation Program.

દરેક લોકોને આઈ. ટી. આઈ. વતી જાહેર આમંત્રણ...
14/08/2024

દરેક લોકોને આઈ. ટી. આઈ. વતી જાહેર આમંત્રણ...

આઈટીઆઈ થરાદ ખાતે 16/07/2024 ના રોજ મારુતિ સુઝુકી દ્વારા જોબ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા ટ્રેડ ના વિદ્યાર્થ...
15/07/2024

આઈટીઆઈ થરાદ ખાતે 16/07/2024 ના રોજ મારુતિ સુઝુકી દ્વારા જોબ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા ટ્રેડ ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે વધુમાં આ ભરતી કંપની દ્વારા પોતે છે કોઈ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નથી તેથી દરેક નોકરી ઈચ્છુક તાલીમાર્થીઓ આવતીકાલે અચૂક સવારે 9:00 વાગે આઈટીઆઈ ખાતે હાજર રહેવું.

13/06/2024

નોકરી મેળવનારાઓ માટે મહત્વપૂર્ણ જાણકારી

પ્રિય વિદ્યાર્થીઓ,

આપને જાણ કરતાં આનંદ થાય છે કે, કુષ સિન્થેટિક્સ પ્રા. લિ. દ્વારા ITI થરાદ ખાતે 14મી જૂન 2024 ના રોજ સવારે 10:00 કલાકે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને નીચે મુજબના ટ્રેડ માટે ઉમેદવારોની જરૂર છે:

1. ITI ઇલેક્ટ્રિકલ ટ્રેડ - 25
2. ITI ફિટર ટ્રેડ - 55
3. ITI વેલ્ડર - 30
4. ITI વાયરમેન - 15

જોબ લોકેશન: ગાંધીધામ.

વેતન અને લાભો:
- નવા ઉમેદવારો માટે માસિક પગાર: ₹12,500/-
- દર વર્ષે દિવાળી બોનસ: 1 મૂળભૂત પગાર (બોનસ ઍક્ટ 1965 અનુસાર)
- દર વર્ષે દિવાળી પ્રોત્સાહન: ₹12,376/-
- ગ્રેચ્યુઇટી: ગ્રેચ્યુઇટી ઍક્ટ 1972 અનુસાર (5 વર્ષ અને વધુની સેવા પછી)
- કેમ્ટીન સુવિધા: રોજના ₹5/-માં સબસિડાઇઝ્ડ ભોજન
- ટ્રાન્સપોર્ટેશન સુવિધા: પીક-અપ અને ડ્રોપ-ઓફ માટે
- આવાસ સુવિધા: ઉપલબ્ધ

આ તક ગમાવશો નહીં અને તમારા કરિયરનો સારો પ્રારંભ કરવા માટે તૈયાર રહો! તથા કાલે ITI Tharad ખાતે 10:00am અચૂક હાજર રહો.

આ મહત્ત્વપૂર્ણ જાણકારી અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરશો!

Address

Near Helipad
Tharad
385565

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when ITI Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to ITI Tharad:

Share