23/01/2026
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગ દ્વારા “સરદાર@૧૫૦” અંતર્ગત ૦૯-૦૧-૨૦૨૬ ના રોજ એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય વિષય “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નદ્રષ્ટા – સરદાર વલ્લભભાઈ પટેલ હતો. આ પરિસંવાદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) નિરંજન પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, મંડી, હિમાચલ પ્રદેશના અધ્યાપક ડૉ. રાકેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ઠાકુર રામસિંહ ઇતિહાસ શોધ સંસ્થાન, નેરી, હમીરપુર, હિમાચલ પ્રદેશના નિયામક ડૉ. ચેતરામજી ગર્ગ તેમજ ઇતિહાસ વિભાગ, હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી રીજનલ સેન્ટરના નિયામક ડૉ. રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદના ભાગરૂપે આશરે ૪૦ જેટલા શોધકર્તાઓએ પોતાના સંશોધન લેખોનું વાંચન કર્યું હતું.